ભારતની બોલર ઝૂલનને મળી બદલાયું પાક મહિલા ક્રિકેટટર કૈનતનું જીવન

0
7
Share
Share

મુંબઈ,તા.૩૦

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બોલર કૈનત ઇમ્તિયાઝ પોતાની રમત સાથે તેની સુંદરતાના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. કૈનત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોપ્યુલર પણ છે. તેની તસવીરો અને વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. કૈનતનો જન્મ ૨૧ જૂન ૧૯૯૨ના રોજ કરાચીમાં થયો હતો. તેણે વર્ષ ૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે ટી૨૦ મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. કૈનતે પાકિસ્તાન તરફથી અત્યાર સુધી ૧૧ વન ડે અને ૧૨ ટી૨૦ મેચ રમી છે. તેના નામે વનડેમાં ૫૧ રન અને ૯ વિકેટ છે જ્યારે ટી૨૦માં ૪૧ રન અને ૬ વિકેટ છે.

આ સિવાય કૈનત વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પાકિસ્તાન મહિલા ટીમનો હિસ્સો પણ રહી ચૂકી છે. ઉપરાંત, કૈનત ઇન્ટરનેશનલ લેવલે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી યુવા ઇસ્લામી મહિલા ખેલાડી બની હતી. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૦૫ પહેલા કૈનત તેના કરિયરને લઈ એટલી ગંભીર નહોતી. પરંતુ ૨૦૦૫માં પાકિસ્તાનમાં થયેલ મહિલા એશિયા કપમાં ભારતની દિગ્ગજ બોલર ઝૂલન ગોસ્વામી સાથે થયેલ મુલાકાત બાદ કૈનતે ઝડપી બોલર બનવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદ કૈનતે ખૂબ મહેનત કરી અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમમાં શામેલ થઈ. ઝૂલન ગોસ્વામી સાથે જ્યારે મુલાકાત થઈ હતી ત્યારે કૈનત માત્ર ૧૪ વર્ષની હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here