ભારતની ધાર્મિક વિવિધતાથી બ્રિટન ખુબ જ પ્રભાવિત થયું

0
19
Share
Share

હિંદુઓની બહુમતી હોવા છતાં ભારતના સેક્યુલર બંધારણમાં બધા નાગરિકોને બરાબરીના અધિકાર મળેલા છે : કપરી સ્થિતિમાં પણ મુક્ત ચર્ચા થાય છે

લંડન,તા.૧૩

ભારતની ધાર્મિક વિવિધતાથી બ્રિટન ખુબ પ્રભાવિત થયું છે. બ્રિટનની સંસદમાં ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે બહુસંખ્યક હિન્દુઓની ભારે સંખ્યા હોવા છતાં ભારતમાં ધાર્મિક વિવિધતા વખાણવા લાયક છે. આ દરમિયાન ચર્ચામાં જોઈન્ટ વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે બ્રિટન-ભારત આંતર ધર્મ વાર્તાને પ્રોત્સાહન આપવા માટે કરાયેલા મહત્વપૂર્ણ કાર્યોને પણ રેખાંકિત કરવામાં આવ્યા. બ્રિટના વિદેશ, રાષ્ટ્રમંડળ (કોમનવેલ્થ) અને વિકાસ કાર્યાલયના મંત્રી નિગેલ એડમ્સએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે ભારતમાં કપરી પરિસ્થિતિઓમાં પણ માનવાધિકારના મુદ્દાઓને સ્વતંત્ર રીતે ખુલીને ઉઠાવવામાં આવે છે. ભારતના સેક્યુલર બંધારણમાં બધા નાગરિકોને બરાબરીના અધિકાર મળેલા છે. તેમણે આગળ કહ્યું કે જે લોકોને અમારી જેમ ભારત જવાની તક મળી છે તેઓ જાણે છે કે તે એક અદભૂત દેશ છે. દુનિયામાં તે સૌથી વધુ વિવિધતાવાળો દેશ છે.  નિગેલ એડમ્સે કહ્યું કે, હું આશ્વસ્ત કરી શકું છું કે વિદેશ મંત્રી ડોમિનિક રાબએ ડિસેમ્બરમાં ભારત પ્રવાસ દરમિયાન માનવાધિકાર સંબંધિત અનેક મુદ્દાઓ પતોાના ભારતીય સમકક્ષ સમક્ષ ઉઠાવ્યા જેમાં કાશ્મીરના હાલાત પણ સામેલ હતા. અમે આશા કરીએ છીએ કે ભારત સરકાર તેનું સમાધાન કરશે અને તમામ ધર્મોના લોકોના અધિકારોની રક્ષા કરશે. તે ભારતના બંધારણ અને ગૌરવપૂર્ણ સમાવેશી પરંપરાને જાળવી રાખશે. આ બાજુ યુરોપીયન યુનિયનથી અલગ થયેલા બ્રિટનના ભારત સહિત અન્ય દેશો સાથે સંબંધો કેવા હશે તેના પર એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. ગ્લોબલ બ્રિટન, ગ્લોબલ બ્રોકર ફોર યુકેઝ ફ્યૂચર ઈન્ટરનેશનલ રોલવાળા મથાળા વાળા આ રિપોર્ટમાં કહેવાયું છે કે બ્રિટને પોતાની ઉર્જા અને રોકાણ નરમપંથી લોકતાંત્રિક દેશોમાં લગાવવી જોઈએ. જેમાં ભારત, યુરોપીયન યુનિયનના અન્ય સભ્ય દેશો અને અમેરિકા પણ સામેલ છે. રિપોર્ટમાં બ્રટિનને સૂચન અપાયું છે કે તે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અને દક્ષિણ કોરિયા સાથે વેપાર વધારવા પર ભાર મૂકે. આ સાથે જ એ દેશો સાથે સંબંધ મજબૂત કરવાની વકીલાત કરવામાં આવી છે કે જે ચીન સામે મુકાબલો કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભવિષ્યમાં બ્રિટને ચીન, ભારત, સાઉદી અરબ અને તુર્કીના પડકારો પણ ઝેલવા પડી શકે છે. અનેક ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં આ દેશો બ્રિટન માટે પડકાર બનશે. રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે ભારત બ્રિટન માટે અપરિહાર્ય છે. જલદી તે દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે. તે ચાલુ દાયકામાં જ દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા અને રક્ષા બજેટવાળો દેશ બની જશે. આમ તો બંને દેશોના પ્રગાઢ ઐતિહાસિક સંબંધો રહ્યા છે પરંતુ ઉપનિવેશકાળની કેટલીક ઘટનાઓ સંબંધોમાં કડવાહટ પેદા કરી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here