ભારતના ૩ પૂર્વ વિકેટકીપરોએ લોકેશ રાહુલ ને ગણાવ્યો શ્રેષ્ઠ વિકલ્પ

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૭

મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ યુવા વિકેટકીપર ઋષભ પંત પરથી દબાણ થોડું ઓછું થયું હશે. પણ ભારતના ૩ પૂર્વ વિકેટકીપરોનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં લોકેશ રાહુલ તેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. નયન મોંગિયા, એસએમકે પ્રસાદ અને દીપ દાસગુપ્તાએ પણ આ વાત પર સહમતિ દર્શાવી છે. વર્તમાનમાં ટીમમાં આ જગ્યા માટે રાહુલ અને પંત વચ્ચે મુકાબલો થશે, અને તેમાં ત્રીજા સ્થાન પર સંજુ સેમસન છે.

ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાંના એક રહેલાં મોંગિયાએ રવિવારે કહ્યું કે, મને લાગે છે કે ૫૦ ઓવરોના ફોર્મેટ માટે મારી પહેલી પસંદ રાહુલ હશે. મેં કેએલ વિશે જે પણ જોયું છે, તે વિકેટ પાછળ ખરાબ નછી. જ્યારથી તેણે વિકેટકીપિંગ શરૂ કરી છે, ત્યારથી તેની બેટિંગમાં પણ સુધારો આવ્યો છે. મોંગિયાએ કહ્યું કે, હાલના ફોર્મને જોતાં રાહુલ મારી પહેલી પસંદગી હશે. અને તે બાદ ઋષભ પંતને મોકો આપી શકો છો.

દીપ દાસગુપ્તાએ પણ મોંગિયાની વાત પણ સહમતિ દર્શાવી હતી, તેઓએ માન્યું કે રાહુલ અને પંતના ઉપયોગ કરવાના મામલામાં ટીમ મેચના ફોર્મેટ પ્રમાણે નિર્ણય કરી શકે છે. તેણે કહ્યું કે, મારું માનવું છે કે, ટી૨માં બંને ખેલાડી પ્લેઈંગ ૧૧માં રમી શકે છે. પણ જો એક ફોર્મેટને પસંદ કરવો હોય તો હાલના સમય માટે ટી૨૦માં રાહુલને પસંદ કરીશ. દાસગુપ્તાએ કહ્યું કે, ૫૦ ઓવરના ફોર્મેટમાં ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ તેઓ સાથે વાત કરીને એ જાણી શકે છે કે, શું તે ૨૦૨૩ વર્લ્ડ કપ સુધી નંબર પાંચ પર બેટિંગ અને વિકેટકીપિંગ કરવા ઈચ્છે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here