ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન પર પણ ચીને સાયબર એટેક કર્યો હતો

0
27
Share
Share

ન્યુ દિલ્હી/વૉશિંગ્ટન,તા.૨૩

અમેરિકા સ્થિત ચાઈના એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટ્યુટ નામની થિન્ક ટેન્કે દાવો કર્યો છે કે, ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન પર પણ ચીને ૨૦૧૭માં સાયબર એટેકનો પ્રયત્ન કર્યો હતો.

આ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો છે જ્યારે સરહદ પર ભારત અને ચીન વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાયેલી છે.સીએએસઆઈનુ કહેવુ છે કે, છેલ્લા ૧૩ વર્ષથી ભારત પણ ચીન દ્વારા સતત સાઈબર એટેક કરવામાં આવી રહ્યો છે.ઈસરોનુ પણ માનવુ છે કે, સેટેલાઈટ કોમ્યુનિકેશન સામે સાયબર એટેક મોટો ખતરો બની શકે છે.જોકે હજી સુધી હેકર્સના પ્રયત્નો સફળ થયા નથી.

સંસ્થાના ૧૪૨ પેજના રિપોર્ટમાં કહેવાયુ છે કે, ૨૦૧૨ થી ૨૦૧૮ની વચ્ચે ચીને સંખ્યાબંધ વખત ભારતીય નેટવર્ક પર સાયબર એટેકને અંજામ આપવાની કોશિશ કરી હતી.૨૦૧૨માં તો ભારતની જેટ પ્રપોલ્શન લેબોરેટરી ચીનના નિશાના પર હતી.ચીન આ હુમલા થકી તેના નેટવર્ક પર કંટ્રોલ મેળવવાની કોશિશ કરી રહ્યુ હતુ.

ભારતની સ્પેસ રિસર્ચ સંસ્થા ઈસરોનુ કહેવુ છે કે, ઈસરોના નેટવર્ક હેક કરવાના પ્રયાસો તો થયા છે પણ આ પ્રયાસો હજી સુધી સફળ થયા નથી.ઈસરો પાસે એવી સિસ્ટમ છે જે હેકિંગનો પ્રયાસ થાય કે તરત જ એલર્ટ આપી દે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here