ભારતના પૂર્વ રણજી ખેલાડી એમ સુરેશ કુમારે આત્મહત્યા કરતા ચકચાર

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૦

પૂર્વ રણજી ખેલાડી એમ સુરેશ કુમારે રાતે આત્મહત્યા કરી લીધી છે. ૪૭ વર્ષના એમ સુરેશ કુમારની આત્મહત્યા કરવાની જાણકારી પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું છે કે એમ સુરેશ કુમારે તેના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી અને તેનો મૃતદેહ મળી આવ્યો છે. એમ સુરેશ કુમાર ઓલરાઉન્ડર હતા અને રણજી ટ્રોફીમાં કેરલ માટે રમી રહ્યા હતા. એમ સુરેશ કુમારે ૧૯૯૨-૯૩માં તેમની રણજી ડેબ્યું કર્યું હતું અને ૨૦૦૫-૦૬ સુધી તેણે ૭૨ મુકાબલા રમ્યા. એમ સુરેશ કુમારે આ ૭૨ મુકાબલામાં ૧૬૫૭ રન બનાવવાની સાથે જ ૧૯૬ વિકેટ પણ લીધી.

સુરેશ કુમારને ટીમ ઇન્ડિયા માટે રમવાની તક ક્યારેય નથી મળી. સુરેશ કુમારે કેરળથી ૫૨ રણજી મેચ રમી હતી અને તેણે રેલ્વે તરફથી ૧૭ રણજી મેચ રમી હતી. સુરેશ કુમાર હાલમાં રેલ્વેમાં કામ કરતો હતો. સુરેશ કુમારે દક્ષિણ ઝોન અને સેન્ટ્રલ ઝોન વતી દુલિપ ટ્રોફીમાં કિસ્મત અજમાવી. એમ સુરેશે ભારત માટે અંડર -૧૯ ક્રિકેટ રમી છે.

એટલું જ નહીં, એમ સુરેશની ૧૯૯૨ માં વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. સુરેશના શાનદાર રેકોર્ડને જોતા, ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક ન મળવું દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવતું હતું. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે એમ સુરેશની બોલિંગની પ્રશંસા કરી છે. સુરેશ કુમારે ૧૩ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. એમ. સુરેશે ૯૦ ના દાયકામાં તમિલનાડુ સામે કેરળની પહેલી જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here