ભારતના દિગ્ગજ ક્રિકેટર સદાશિવ રાવજીએ દુનિયાને અલવિદા કહ્યું

0
20
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૫

કોરોના કાળમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલ ટુર્નામેન્ટની રાહ જોઈને બેઠા હતા. ત્યારે હવે આ લોકપ્રિય ટુર્નામેન્ટની શરૂઆત માટે ગણતરીના દિવસો રહ્યા છે. પરંતુ આ પહેલા ભારતીય ક્રિકેટ જગતથી એક માઠા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતના દિગ્ગજ ક્રિકેટર સદાશિવ રાવજીએ દુનિયાને અલવિદા કહ્યું છે.

પૂર્વ ક્રિકેટર સદાશિવ રાવજી પાટિલનું મંગળવારે કોલ્હાપુરમાં તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું. તેઓ ૮૬ વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ છે. કોલ્હાપુર જિલ્લા ક્રિકેટ સંધના પૂર્વ પદાધિકારી રમેશ કદમે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે પાટિલનું કોલ્હાપુરની રુઈકર કોલોનીમાં તેમના નિવાસસ્થાને મંગળવારે વહેલી સવારે સુતી વખતે નિધન થયું. માહિતી મુજબ પાટિલ એક ઓલરાઉન્ડર હતા.

તેઓ ઝડપી બોલર હતા. તેમણે માત્ર એક જ ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ આ એક મેચમાં તેમણે શાનદાર બોલિંગ કરી હતી. જો કે, ત્યાર બાદ તેમને તક મળી નહોતી. પાટિલે ૧૯૫૨-૧૯૬૪ વચ્ચે ૩૬ ફર્સ્ટ ક્લાસ શ્રેણી મેચોમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ૩ અડધી સદી સાથે કુલ ૮૮૬ રન ફટકાર્યા હતા અને ૮૩ વિકેટ ઝડપી હતી. ઉપરાંત ૩ વખત ૫ વિકેટ કલ્બમાં શામેલ થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here