ભારતના જીડીપી ગ્રોથમાં ૬.૮%નો ઘટાડો થવાની સંભાવનાઃ એસબીઆઇ રિપોર્ટ

0
11
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિને કારણે સરકારની સાથે જ સામાન્ય લોકો પણ ભારે પરેશાન છે. આનું મુખ્ય કારણ એ છે કે આવી કટોકટી પહેલાં ક્યારેય નહોતી જોવા મળી. અગાઉની તમામ કટોકટી રોકાણકારોના સેન્ટિમેન્ટ બગડવાને કારણે થઈ હતી. તે તમામ કટોકટીના કારણો પણ મળી ગયા હતા, પરંતુ હવે એક નવી સમસ્યાએ જન્મ લીધો છે. વર્તમાન કટોકટીને કારણે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં વિશ્વભરના દેશોની GDPનો ગ્રોથ ઘટશે તે નક્કી માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકોની આવક પણ ઘટવાની ધારણા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧ માં ભારતનો GDP વૃદ્ધિદર ૬.૮% ઘટે તેવી સંભાવના જોવાઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ઇકોરાપ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જોકે, રિપોર્ટમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે અનુકૂળ બેઝ ઇફેક્ટને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરી  વી (ફ) શેપમાં હશે. રિપોર્ટ અનુસાર જો આ બેઝ ઇફેક્ટ અસરકારક સાબિત નહીં થાય તો ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીમાં ચાર વર્ષનો સમય લાગી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિકવરી માટે ભારતની રાજકોષિય નીતિના પ્રતિસાદને વધુ આક્રમક બનવો પડશે. એશિયન નાણાકીય કટોકટી અને યુરો ઝોન કટોકટી સમયે અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી ભૂલોનું પુનરાવર્તન ભારતે ન કરવું જોઈએ. નાણાકીય વર્ષ ૨૦૨૨માં ભારતની સોવરિન રેટિંગ પણ નીતિગત પ્રતિસાદના આધારે નક્કી કરવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here