ભાભીજી ઘર પર હૈ શોના પ્રોડ્યૂસર કોહલીને કોરોના

0
20
Share
Share

સંજય કોહલી હોમ આઈસોલેશનમાં રહેશે
મારો રિપોર્ટ પોઝિટિવ છે, ડોક્ટરો અને અધિકારીઓની સલાહ બાદ હું હોમ આઈલોસેશનમાં છું : સંજય કોહલી
મુંબઈ,તા.૮
પોતાની કોમેડી સીરિયલ્સ માટે જાણીતા પ્રોડ્યૂસર સંજય કોહલીનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો. વહીવટીતંત્રએ સલાહ આપ્યા બાદ તેઓ હોમ ક્વોરન્ટિન થયા છે. વાતચીત કરતાં સંજયે કહ્યું કે, હા મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ડોક્ટરો અને અધિકારીઓની સલાહ બાદ હું હોમ આઈલોસેશનમાં છું. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા, તેમને ટેસ્ટ કરાવવાની સલાહ આપું છું. વૈશ્વિક મહામારીના સમયમાં જે લોકો ફ્રંટલાઈનમાં રહીને કપરા કામ કરી રહ્યા છે તેમની ખરેખર પ્રશંસા કરું છું. આ વાયરસનો જલ્દી અંત આવે તેવી પ્રાર્થના કરું છું. પ્રોડ્યૂર-ડ્યૂઓ સંજય અને બિનૈફર કોહલીની હાલ ભાભીજી ઘર પર હૈ અને હપ્પુ કી ઉલ્ટન પુલ્ટન સીરિયલ ઓન એર છે. તેઓ ટૂંક સમયમાં એક્સક્યુઝ મી મેડમ પણ લઈને આવી રહ્યા છે. ’એક્સક્યુઝ મી મેડમ’માં લીડ રોલ પ્લે કરનાર રાજેશ કુમારનો કોરોના વાયરસ રિપોર્ટ પણ અઠવાડિયા અગાઉ પોઝિટિવ આવ્યો હતો. કાસ્ટ અને ક્રૂ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સાવચેતીનું પાલન કરવામાં આવે છે કે તેમ તે ચકાસવા માટે સંજય સેટની સરપ્રાઈઝ વિઝિટ લેતા રહેતા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here