ભાભીજી ઘર પર હૈની અભિનેત્રી શિલ્પા શિંદેનો નવો ખુલાસો

0
24
Share
Share

ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ તમામ પ્રકારની સુવિધાઓ કરી આપે છે

મુંબઇ,તા.૨૪

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં જ્યારથી એનસીબીની એન્ટ્રી થઈ છે ત્યારથી જ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને બોલિવૂડની ઘણી હસતીઓ આ કેસમાં સંડોવાઈ છે. ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હવે બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પણ પૂછપરછ કરવાની તૈયારીમાં છે. આ બધાની વચ્ચે હવે અભિનેત્રી શિલ્પા શિંદેએ પણ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની વિશે ચોંકાવનારી વાત કહી છે.

જાણીતી ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી શો બિગ બોસની વિજેતા રહી ચૂકેલી શિલ્પા શિંદેએ એક ચેનલ સાથે વાત કરતાં ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ વિશે વાત કરી હતી કે આ કંપનીઓ તેમના ગ્રાહકોની દરેક માંગને પૂરી કરે છે. તેમનું કહેવું છે કે, આ કંપનીઓમાં જોડાતા પહેલા ગ્રાહકો ત્યાંની સુવિધાઓ વિશે પૂછપરછ કરે છે. ત્યાં મોટા મોટા સ્ટાર્સને ખાસ સુવિધાઓ પણ આપવામાં આવે છે. ત્યાં આપવામાં આવતી સુવિધાઓ દરેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે.

શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે આ કંપનીઓ તેમના ગ્રાહકોને બહાર લઈ જાય છે ત્યારે દરેક વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે છે. શિલ્પાએ ખુલ્લેઆમ કહ્યું કે, તેમણે ઘણા યુવા કલાકારોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા જોયા છે, તે ત્યાં હાજર લોકો અને બોલિવૂડના વાતાવરણને કારણે પણ હોઈ શકે છે. આ અહેવાલ મુજબ બોલિવૂડ માટે કામ કરતી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પણ નવા કલાકારોને તકો આપવાનું કામ કરે છે અને એવો આક્ષેપ કરવામાં આવે છે કે બદલામાં તેઓ નવાં કલાકારોનું શોષણ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here