ભાણવડ : મંદિરમાંથી ૭ હજારની મતા ઉઠાવી જતા તસ્કરો

0
13
Share
Share

મીઠાપુર તા. ૧૪

ભાણવડના પાછતર ગામે આવેલા મચ્છુ માતાજીના મંદિરમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદીરના બાંધકામમાં ઉપયોગમાં લેવાની કોપર પ્લેટ, કોપર પટી મળી રૂ.૭૧૬પનો મુદામાલ ચોરી કર્યા અંગેની ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ચોરીના બનાવ અંગે ભાણવડના પાછતર ગામે રહેતા ખેતીકામ કરતા કારા ભીખાભાઇ ટોપરા (ઉ.વ. ૪પ) એ ભાણવડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો મંદિરના પટાગણમાંથી કોપર પટ્ટી, કોપર પ્લેટ મળી રૂ.૭૧૬૫ નો મુદામાલ ચોરી કરી ગયા અંગેની ફરીયાદ નોંધાવી છે. બનાવ અંગે પીએસઆઇ જયદિપસિંહ સોલંકીએ વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here