ભાણવડ પાસેથી ૧૪ ટીન બીયર સાથે કાર ચાલક ઝડપાયો

0
21
Share
Share

જામનગર, તા.૨૦

ભાણવડથી આશરે નવ કિલોમીટર દૂર ત્રણ પાટીયા પાસે મોડી રાત્રીના સમયે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન રાત્રીના આશરે સવા વાગ્યે નીકળેલી જીજે૨૫એએ ૦૭૭૦ નંબરની એક બ્રેઝા મોટરકારને અટકાવી, પોલીસે ચેકિંગ કર્યુ હતુ. પોલીસ દ્વારા આ મોટરકારની તલાશી લેવામાં આવતા તેમાંથી રૂા.૧૪૦૦ ના ૧૪ ટીન બિયરના મળી આવ્યા હતા. આટલુ જ નહીં, કારમાં જઈ રહેલા પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા દેવા સુકાભાઈ ખૂટી નામના ૪૨ વર્ષીય મેર યુવાન કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનુ પણ ખુલતા પોલીસે દેવાભાઈ ખૂંટી સામે પ્રોહીબીશન એકટ ઉપરાંત એમ.વી.એકટની કલમ ૧૮૫ મુજબ નોંધી, રૂા.૭ લાખની કાર કબજે કરી છે.

જામનગરમાં દરેડમાં વિજશોકે આશાસ્પદ યુવાનની જીંદગી છીનવી

જામનગર તાલુકાના દરેડમાં બંધાઈ રહેલી નવી દુકાનોમાં કલર કામ કરી રહેલા એક યુવાનને અકસ્માતે વીજતારમાંથી શોક લાગ્યો હતો અને તેનુ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. પંચકોશી બી.ડીવીઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે. દરેડ વિસ્તારમાં ગોદડીયાવાસમાં રહેતો અને કલરકામની મજૂરી કરતો રવિ રમેશભાઈ ગોદડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન ગઈકાલે દરેડમાં એસ.ટી.બસ સ્ટેન્ડની સામે નવી દુકાનો બંધાઈ રહી છે, જે દુકાનમાં ઉપર ચડીને કલરકામ કરી રહ્યો હતો જે દરમિયાન તેને ઉપરથી પસાર થઈ રહેલી વીજલાઈનમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો. જેના કારણે તે નીચે પટકાઈ પડ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે ૧૦૮ મારફતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતુ આ બનાવ અંગે મૃતકની પત્નિ શોભનાબેન ગોદડીયાએ પોલીસને જાણ કરતા પંચકોશી એ.ડીવી.પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. કરાવ્યું હતુ. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here