ભાણવડઃ રાણપર ગામેથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

0
17
Share
Share

મીઠાપુર, તા.૨
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલીંગ દરમિયાન સ્ટાફના કોન્સ. નિલેશભાઈ કારેણા તથા અરશીભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધિંગેશ્વર મંદિરવાળા રસ્તેથી ડુંગરમાં પૂર્વ તરફ જંગલી જાનવરનો શિકાર કરવા નીકળેલા મુળ પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના રહીશ સામત મલૂકભાઈ મખણભાઈ સોલંકી નામના ૨૬ વર્ષના હિન્દુ ડફેર શખ્સને હાથમાં દેશી હાથ બનાવટની રુ. ૧,૫૦૦ ની કિંમતની ઉપરથી ભરવાની જામગરી બંદુક(અગ્નિ શસ્ત્ર) સાથે ઝડપી લઈ, હથીયાર ધારા કલમ મુજબ ગુન્હો નોંધી, તેની ધોરણસર અટક કરવાની કાર્યવાહી કરી, આગળની વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પી.આઈ. જે.એમ.પટેલ, તથા એસ.ઓ.જી. મામદભાઈ બ્લોચ, વી.એમ.જાડેજા, પોલીસ હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, ઈરફાનભાઇ ખીરા, હરપાલસિંહ જાડેજા, કોન્સ. અરશીભાઇ માડમ, નિલેશભાઇ કારેણા, કિશોરસિંહ જાડેજા, રોહીતભાઇ થાનકી, રાકેશભાઇ સીધ્ધપુરા જોડાયેલ હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here