ભાડલાઃ ખડવાવડી ગામે વાડીમાંથી ૧૮૦ પેટી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

0
14
Share
Share

રાજકોટ, તા.૧૫

ભાડલા પોલીસે ખડવાવડી ગામની સીમમાં બાતમીને આધારે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારુની ૧૮૦ પેટીમાં ૨૧૬૦ બોટલ જથ્થો સુમો કાર વગેરે રુ.૧૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા બે શખસોને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી હતી.

ભાડલા પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ.વલ્લભભાઈ બાવળિયા તથા પો.કોન્સ લાલજીભાઈ તલસાણિયાને મળેલ બાતમી સબબ પો.હેડ કોન્સ. જયદેવભાઈ ગઢવી, પો.કોન્સ.મહાવીરભાઈ બોરીચા, પો.કોન્સ.વિજયભાઈ સરવૈયા, પો.કોન્સ.સુનીલભાઈ તલસાણિયા વગેરેએ હકીકતવાળી જગ્યા ખડવાવડી ગામની સીમમાં સુરેશભાઈ બાધાઈ માલકિયાની વાડીએ દરોડો પાડી બે શખસોને કુલ ૧૮૦ પેટીમાં ૨૧૬૦ બોટલ વિદેશી દારુ સાથે ઝડપી લીધા હતાં. તેમાં મેકડોવેલ્સ નં.૧ બ્રાન્ડની ઈંગ્લીશ દારુની ૧૧૫ પેટી (બોટલ નં.૧૩૮૦, કિ.રુ.૫,૧૭,૫૦૦), રોયલ ચેલેન્જ વ્હીસ્કી બ્રાંડની ઈંગ્લીશ દારુની ૬૩ પેટી (બોટલ નં.૭૫૬, કિં.રુ.૩,૯૩,૧૨૦, સીંગ્નેચર રેરે એગ્ઝ વ્હીસ્કી બ્રાંડની ઈંગ્લીશ દારુની ૨ પેટી બોટલ નં.૨૪ કિ.રુ.૧૯,૬૮૦, એક ટાટા સુમો કાર કિ.રુ.૫,૦૦,૦૦૦નો સમાવેશ થતો હતો.

પકડાયેલ શખસોમાં સુરેશભાઈ બાધાભાઈ માલકિયા (રહે.ખડવાવડી ગામની સીમમાં, વાડીએ) અને વિજયસિંહ સુરુભા ઝાલા (રહે.રાજકોટ, દૂઘસાગર રોડ, એ.જે.સ્ટીલની બાજુમાં માજોઠીનગર)નો સમાવેશ થાય છે.

પો.સબ ઈન્સ. એચ.પી.ગઢવીના માર્ગદર્શન હેઠળળ બન્ને શખસોની વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here