ભાજપ સાથે સરકાર બનાવા માંગતા હતા શરદ પવારઃ ફડણવીસનો દાવો

0
10
Share
Share

મુંબઇ,તા.૨૪

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ કોરોનાના કારણે રાજ્યની કથળતી જતી સ્થિતિને લઈને ઉદ્ધવ સરકારને આડેહાથ લીધી છે. ફડણવીસનો આરોપ છે કે, સરકારમાં સાથી પક્ષો સાથે તાલમેલનો અભાવ છે. મંત્રીઓ અને અધિકારઓ વચ્ચે પણ આ અભાવ સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે. જેના કારણે રાજ્ય કોરોના વિરુદ્ધની જંગમાં પાછળ પડી રહ્યું છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨ વર્ષ પહેલા નેશનલ કોંગ્રેસ પાર્ટી પણ ભાજપ સાથે ગઠબંધન કરવા માંગતી હતી. જો કે ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ શિવસેનાનો સાથ છોડવાનો ઈન્કાર કર્યો હતો. આજ કારણે બે વર્ષ પહેલા રાજ્યમાં ભાજપે એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર નથી બનાવી.

ફડણવીસે વધુમાં જણાવ્યું કે, જુલાઈ-ઓગસ્ટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અનેક લાખ ઘણી પહોંચી શકે છે. આપણે તેના માટે અત્યારથી તૈયારી કરવાની રહશે. દિલ્હીમાં દરરોદ ૧૮૦૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર ૧૪૦૦૦. મુંબઈમાં જ દરરોજ ૪૫૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે ઘાતક પૂરવાર થઈ શકે છે. વિપક્ષ નેતાએ ટેસ્ટિંગ સેન્ટર્સની સંખ્યા વધારવા અને પૂણેમાં વધારાના ટેસ્ટિંગ સેન્ટર બનાવવાની જરૂરિયાત જણાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here