ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરની તબિયત લથડતા બેભાન થઇ પડી ગયા

0
14
Share
Share

ભોપાલ,તા.૨૩

ભોપાલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની તબિયત આજે અચાનક બગડી ગઇ. તેઓ ભોપાલ સ્થિત ભાજપ કાર્યાલયમાં ડૉકટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હાલ તેમણે ઘર લઇ જવામાં આવ્યા છે.

કહેવાય છે કે લોકડાઉનની શરૂઆતથી જ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની દિલ્હીમાં સારવાર ચાલી રહી હતી. અનલોકની શરૂઆત બાદ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ભોપાલ પરત ફર્યા હતા અને આજે તેઓ ભાજપ ઓફિસમાં એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા.

કાર્યક્રમમાં પહોંચ્યા બાદ થોડીક જ ક્ષણોમાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની તબિયત બગડવા લાગી અને તેમણે ચક્કર આવતા બેભાન થઇ પડી ગયા.

હાલ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને તેમના ઘરે લઇ ગયા છે. ત્યાં એક મેડિકલ ટીમ પણ પહોંચી ગઇ છે. મેડિકલ ટીમ તેમની તપાસ કરશે. સાધ્વી પ્રજ્ઞાની આંખોની સારવાર ચાલી રહી છે. તેના લીધે તેમણે હાઇડોઝ દવાઓ ખાવી પડી રહી છે. કહેવાય છે કે તેના લીધે તેમની તબિયત ખરાબ થઇ હશે.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નજીકના લોકોનું કહેવું છે કે તેમની તબિયત હાલ સારી છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here