ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવાયો

0
9
Share
Share

ગાંધીનગર,તા.૨૯

વિધાનસભા પેટાચૂંટણીની તારીખ નક્કી થયા બાદ જાહેરાત થઇ શકે છે. પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખપદની જાહેરાત થશે નહીં. ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખપદની જાહેરાત કરાઈ શકે છે. ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય લંબાવાયો છે. પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવાયો છે. ગઈકાલે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ એમપી એમએલએના મંતવ્ય બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ અટકળો લગાવામાં આવી રહી હતી કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી સહિત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આમ હાલ ભાજપ સંગઠનના ફેરફાર સહિત પ્રદેશ પ્રમુખની વરણી માટેની અટકળો ઉપર એક અઠવાડીયા સુધી પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here