ભાજપ નેતા સુશીલકુમાર મોદીએ રાજ્યસભા સીટ માટે ફોર્મ ભર્યું

0
23
Share
Share

પટના,તા.૨

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સુશીલકુમાર મોદીને બુધવારે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. પટનામાં સુશીલ મોદી જ્યારે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રહેલા રામવિલાસ પાસવાનના અવસાન બાદ બિહારમાં રાજ્યસભાની એક સીટ ખાલી થઈ રહી હતી. દ્ગડ્ઢછ ના સુશીલ કુમાર મોદીને ચાન્સ આપવામાં આવ્યો છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ સુશીલ મોદીએ કહ્યું કે તે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્ત્વના આભારી છે. અને તેઓ દિલ્હી જઈને બિહાર માટે કામ કરતા રહેશે.

ઉમેદવારી નોંધાવ્યા બાદ નીતિશ કુમારે સુશીલ કુમાર મોદીને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે સુશીલ મોદીને અમારું પૂરું સમર્થન છે. સુશીલ મોદી બિહારમાં વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. અને દિલ્હીમાં પણ લોકસભાના અને રાજ્યસભાના સાંસદ બની રહ્યા છે. એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે સુશીલ મોદીને બીજેપી કેન્દ્રમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે. ગત દિવસોમાં જ્યારે સુશીલ મોદીને બિહારના નાયબ મુખ્યમંત્રી પદથી હટાવાયા ત્યારે કેટલીય વાતો બહાર આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here