દેશના અમુક મુસ્લિમોને આપણા વૈજ્ઞાનિકો પર વિશ્વાસ નથી, તે પાકિસ્તાન જતા રહે
લખનૌ,તા.૧૩
ભાજપના ધારાસભ્ય સંગીત સોમે કહ્યું હતું કે દેશના અમુક મુસ્લિમોને આપણા વૈજ્ઞાનિકો અને પોલીસ પર વિશ્વાસ જ નથી. તેમને વડાપ્રધાન પર પણ વિશ્વાસ નથી અને તેમને પાકિસ્તાન પર વિશ્વાસ છે. આવા લોકો ઈચ્છે તો પાકિસ્તાન જઈ શકે છે, પરંતુ તેઓ વૈજ્ઞાનિકો પર શંકા ન કરે.
સંગીત સોમે મંગળવારે ઉત્તરપ્રદેશમાં ચંદૌસીમાં મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કોઈનું નામ નહોતું લીધું, પરંતુ માનવામાં આવે છે કે વિપક્ષ સહિત અમુક લોકોએ કોરોના વેક્સિન સામે સવાલ ઉઠાવતાં તેમને જવાબ આપ્યો છે.
સંગીત સોમે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આપના ધારાસભ્ય સોમનાથ ભારતી વિશે કહ્યું છે કે અમુક મહિના જેલમાં રહેવાને કારણે સોમનાથ ગુંડા જેવા થઈ ગયા છે. કેજરીવાલની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.
ભાજપ ધારાસભ્યએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ધરણાં પર બેઠેલા લોકો ખેડૂત નથી, પરંતુ ખેડૂતવિરોધી છે. સોમે આ પહેલાં જ ચંદૌસીમાં જ ભારતીય યુવા મોર્ચા કાર્યક્રમમાં ેંઁના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે પણ પ્રહારો કર્યા હતા. સોમે કહ્યું હતું કે અખિલેશના શાસનમાં યુપી મુગલ સલ્તનત બની ગયું છે. અખિલેશ આ સલ્તનતના છેલ્લા શાસક હશે, કારણ કે હવે તેમને બીજો મોકો નથી મળવાનો.