ભાજપમાં મોટો ભૂકંપઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું

0
24
Share
Share

ગાંધીનગર,તા.૨૯

ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. તેમણે ભાજપના પક્ષ પ્રમુખ સી.આર.પાટીલને આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવજેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યાં હતાં.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ.

મહત્વપૂર્ણ છે કે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશનો વિરોધ કર્યો હતો. મનસુખ વસાવાના ઇકો સેન્સિટિવ ઝોન વિરોધના પગલે પક્ષ નારાજ હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે

મનસુખભાઈ અમારા સાંસદ છે તેનું અમને ગૌરવ છેઃ પાટિલ

સીઆર પાટિલ કહ્યું મનસુખ વસાવા અમારા સિનિયસ સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસલુખ વસાવા લાગણીશીલ માણસ છે. તેઓ લોકો માટે લડવાની પોતાની ફરજ છે તેમાં તેઓ ખુબ સારું કામ કરતા રહેશે. અમારા માટે ગૌરવ છે કે મનસુખ ભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂબઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો.જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here