ભાજપનું “બેટી બચાવો” એ મહિલાઓની સુરક્ષા છે કે પછી ચેતવણી……?!

0
28
Share
Share

(જીએનએસઃ હર્ષદ કામદાર)

દેશમાં લોકડાઉન ૫ ની છૂટછાટો આપતી સરકારની જાહેરાત સાથે રાજકીય ક્ષેત્રમા શિક્ષિત અને સમજદાર લોકોમાં તહેવારો માટે આપેલ છૂટછાટ આને  ચૂંટણી અનૉસંધાનેની છૂટછાટ તેમજ બિહાર રાજ્યની ચૂંટણીમાં ભાજપની ચાલ તથા “બેટી બચાવ”નું ભાજપના સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત…?તેમાં પણ “બેટી બચાવો” એ શું ચેતવણી છે કે મહિલાઓની સલામતી..? એ સમજવું અત્યારના સમયમાં ખરેખર મુશ્કેલ બની ગયું છે…..?? દેશમાં અનલોક ૫ જાહેર થયા પહેલા દેશના કેટલાંક રાજ્યોમાં ભાજપના કેટલાક કાર્યક્રમો યોજાયા જેમાં લોકટોળા જામતા હતા અને તેમાં માસ્ક અને ડિસ્ટન્સના નિયમોના ધજીયા ઉડતા હતા… જેમાં નેતાઓ સહિત કાર્યકરો પણ સામેલ હતા.  બીજી તરફ દેશભરમાં સામાન્ય માનવીએ મોઢે માસ્ક બાધ્યુ ન હોય કે ભુલી ગયો હોય તો તંત્ર દંડની વસુલાત કરતુ  હતુ… જેમાં કરોડો રૂપિયા વસુલવામાં આવ્યા…કોમન મેનને આવકના ફાંફાં હોય અને દંડ ભરવો પડે… ત્યારે રાજકીય પ્રોગ્રામ કે કાર્યટ્રમોમાં કોરોના નિયમોનો ચડે ચોક નિયમ ભંગ થતો રહ્યો છતાં તંત્રએ કોઇ પગલાં ન ભર્યા જે કારણે આમ પ્રજામાં મોટા પ્રમાણમાં ઉભાપોહ  હતો અને છે. તો ચૂંટણી પ્રચાર માટે ટોળા તો એકઠા કરવાજ પડે, રેલી કાઢવી પડે,મીટીંગો કરવી પડે,મતદારોને મળવા જવું પડે જેમાં લોક ટોળા તો હોયજ.  બીજી તરફ લોકો માટે નવરાત્રિ અને દિવાળી એ મહા પર્વ હોય ગરબા ગાવા માટે માંગણીઓ મોટા પ્રમાણમાં થઈ રહી હતી. જેથી સરકારને માટે લોકલાગણી જીતવાની તક મળી ગઇ… અને દેશભરમાં દરેક ધંધા રોજગાર માટે વધુ છૂટછાટ આપવી જરૂરી હતી એટલે કેન્દ્ર સરકારે અનલોક ૫ શરતોને આધીન મોટાભાગની છૂટછાટો જાહેર કરી દીધી. જેને અનુસંધાને  નવરાત્રી મહાપર્વ માટે શેરી-મહોલ્લામા જ ગરબા કરવાની છૂટ આપવા સાથે ૧૦ વર્ષથી નીચેના બાળકો અને ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોએ ભાગ નહીં લેવાનો અને મોઢા પર માસ્ક તેમજ  ડિસ્ટન્સ જાળવવા સાથે ગરબાની છુટ આપવામાં આવી છે. પરંતુ પ્રસાદી નહીં અને માતાના ચરણોના સ્પર્શની પાબંધી રાખી તથા ગરબા માટે માત્ર એક કલાકની છૂટ તથા  ૨૦૦થી વધુ લોકો નહીં હોવા જોઈએ તેમજ માસ્ક બાંધવાનું અને ડિસ્ટન્સ જાળવવાનુ…. જ્યારે હકીકતે  તો નવરાત્રિમાં નાના બાળકો વધુ પ્રમાણમાં ગરબા ગાતા હોય છે અને મહિલાઓ ગરબા ગાતી હોય છે. ત્યારે બીજી તરફ ચૂંટણી પ્રચારમાં ૨૦૦થી વધુ લોકો નહીં પરંતુ માસ્ક અને ડિસ્ટન્સ  જળવાતું નથી….સત્ય એ છે કે રાજકીય કાર્યક્રમોમાં માસ્ક અને ડિસ્ટન્સ જાળવવાના ધજીયા ઉડે છે તો મીટીંગો, સભાઓ, મતદારોને ધરે ધરે મળવા જતા ટોળા અને રેલીમાં દરેક ઉંમરના લોકો સામેલ થતા હોય છે. તો રાત્રી સમયમાં નાસ્તાની વ્યવસ્થા થતી હોય છે. આ બધામા  એક કલાકથી વધુ સમય કેટલાક કાર્યક્રમ ચાલતા હોય છે. તો શું આ કારણે કોરોના નહીં ફેલાય તેની કોઈ ગેરંટી છે…..?  કેન્દ્ર સરકારની આ કેવી નીતિ કહેવાય તેવી સવાલી ચર્ચાઓ આમ પ્રજામાં ચાલી રહી છે……!“                         દેશમાં ભાજપ અને તેની સરકાર “બેટી બચાવો” અભિયાન ચલાવ્યું અને ચલાવે છે….. પરંતુ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક  સહિતના રાજ્યોમાં રુવાડા ઉભા કરી દેતી  બનેલી સામુહીક દુષ્કર્મોની ઘટનાઓ કે એકલ દુષ્કર્મની ઘટનાઓ, મધ્યપ્રદેશમાં આદિવાસી ગરીબ મહિલાઓ સાથે સરકારી બાબુઓની મારપીટ અને હવસખોરીની ઘટનાઓ જોર શોરથી બહાર આવતા દેશની આમ પ્રજામા સવાલી ચર્ચાઓ ઉઠી છે કે સરકારનું “બેટી બચાવો” અભિયાન  ચેતવણી હતી કે શું…..?કારણ કેટલીક બાળકીઓ પણ દુષ્ટર્મની ઘટનાનો ભોગ બની છે આવી ઘટનાઓને કારણે શિક્ષિત વર્ગ, સમજદાર લોકોમાં સવિશેષ સવાલી ચર્ચાઓ ચાલી રહી છે…. તેમાં ભાજપના કેટલાક બોલકા નેતાઓની અવળ વાણી તથા દૂષ્કર્મીઓના બચાવ કરતા નિવેદનોએ લોકોમાં આક્રોશ વધુ ભડકાવ્યો છે. તેમાં પણ યુપીના ભગવાધારી મુખ્યમંત્રી યોગી કે જેઓ સંત તરીકે પૂજાતા હતા અને મુખ્યમંત્રી બન્યા બાદ તેમના શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ બની અને તેમાં પણ હાથરસની ઘટના પછી આરોપીઓના સગાઓના યોગી સાથેના ફોટાઓ વાયરલ થયા તેના કારણે ભાજપની આબરૂ ખરડાઈ…. મધ્યપ્રદેશના હૌશંગાબાદ વિસ્તારમાં આદિવાસી મહિલાઓને મારપીટ કરવી તથા રાત્રે થાણામાં બોલાવીને હવસ સંતોષવા સામે આદિવાસી મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે અને આવા સમયે ઈન્દોરમાં એક ૪૫ વર્ષીય મહિલા થાના સંયોગીતા ગંજ વિસ્તારમાં બીડીચેમ્બર પાસે ભર ઊંઘમાં હતી ત્યારે એક વ્યક્તિ તેને ખેચી જઈને તેને મોતને ઘાટ ઉતારી દીધી. આવી અનેક રૂંવાડા ઉભા કરી દેતી તકચારી ઘટનાઓને લઈને લોકોમાં ભારે આક્રોશ સાથે સવાલો ઉઠ્યા છે કે બેટી બચાવો અભિયાન એ  ચેતવણી છે કે મહિલાઓની  સુરક્ષા….?!

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here