ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની ક્ષમતા ઉપર ભરોસો છે, ઐતિહાસિક વિજય કૂચ કરીશું: પાટીલ

0
12
Share
Share

પાલનપુર,તા.૦૩

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરીને તેમના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી. અંબાજી ખાતે ભાજપાના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું. તેમજ ઢોલ નગારા વગાડી, પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક નૃત્યો સાથે તેમના અંબાજી ખાતેના આગમનને વધાવી લેવામાં આવ્યું. અંબાજીથી ભાજપા કાર્યકર્તાઓ, સમર્થકો, શુભેચ્છકોની ગાડીઓના વિશાળ કાફલા સાથે પાલનપુર પહોંચેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું બનાસકાંઠા જિલ્લા ભાજપા સંગઠનના કાર્યકરો દ્વારા ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિશાળ કાર રેલી સ્વરૂપે સી.આર.પાટીલ બાબા સાહેબ આંબેડકર ભવન, પાલનપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક ભાજપા હોદ્દેદારશ્રીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા ફુલહાર, મોમેન્ટો આપી તેમજ શાલ ઓઢાડી તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. સી.આર.પાટીલે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ સૌ કાર્યકર્તાઓનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. પાટીલે  જણાવ્યું હતું કે, આપ સૌ નો ઉત્સાહ જોઈને મને અનહદ આનંદ થયો છે.

આજ પ્રકારના ઉત્સાહ સાથે અથાક પરિશ્રમ કરીને તમામ પડકારો ઝીલીને આપણે સૌએ સાથે મળી ઐતિહાસિક વિજય તરફ કૂચ કરવાની છે, મને ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાની ક્ષમતા ઉપર ભરોસો છે. સી.આર.પાટીલે કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં પણ જનસેવાનું અદભુત કાર્ય કરવા બદલ પાલનપુર શહેરના ભાજપા કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા. પાલનપુર પહોંચ્યા પૂર્વે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું દાંતા, જલોતરા અને રૂપપૂરા-ઢેલાણાં ખાતે સ્થાનિક અગેવાનશ્રીઓ અને ભાજપા કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપ પ્રમુખ સી આર પાટિલના સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના સરાજાહેર ધજાગરા ઉડી રહ્યા છેપ પાટિલે અંબાજીથી તેમના ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. પરંતુ અહીં પણ સૌરાષ્ટ્રની જેમ મોટા પાયે ભાજપના કાર્યકર્તાઓ તેમને આવકારવા ઉમટી પડ્યા. જે દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. ઉલ્લેખનીય છે કે પાટિલને આવકારવાના હરખમાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો મોટા પાયે એકત્ર થયા હતા. ત્યારે ફરી ફરીને એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને કોઇ કાયદા કાનૂન લાગુ પડતા નથી. શું ભાજપના નેતાઓ નિયમોથી પર છેપ જો સામાન્ય નાગરિકોએ માસ્ક ન પહેર્યું હોય કે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કર્યો હોય તો તેમને આકરો દંડ ફટકારવામાં આવે છે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ સામે કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here