ભાજપના નેતાએ વોટ્‌સએપ ગ્રૃપમાં બિભત્સ ફોટા મુકતા ૧૬ મહિલા સરપંચ-તલાટી થયા લેફ્ટ

0
28
Share
Share

વલસાડ,તા.૩
વલસાડના કપરાડા તાલુકા સરપંચ તલાટી નામે બનાવેલાં વોટ્‌સએપ ગ્રૃપમાં કપરાડા તાલુકાના એક ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના મોબાઈલ નંબર પરથી અત્યંત બીભત્સ ફોટા પોસ્ટ કરાતા ચકચાર મચી છે. કપરાડા તાલુકાના એક યુટ્યુબરે કપરાડા તાલુકાના સરપંચો અને તલાટીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને અડ કરીને બનાવેલાં વોટ્‌સએપ ગ્રૃપમાં મંગળવારે બપોરે વાવર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના સભ્યના મોબાઈલ નંબર પરથી અત્યંત બિભત્સ ફોટા પોસ્ટ થઈ ગયા હતા.
આ ગ્રૃ઼પમાં કપરાડા તાલુકાના મહિલા સરપંચો, મહિલા તલાટી, કપરાડા તાલુકા-જિલ્લા પંચાયતના મહિલા સભ્યો એડ કરાયેલાં છે. ગ્રૃપમાં બિભત્સ ફોટા પોસ્ટ કરાતા જ ગ્રૃપની મહિલા સભ્યો શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. બરાબર ચૂંટણીઓ ટાણે બનેલી આ ઘટનાના કપરાડા તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બાબતે વાવર જિ.પં.ના સભ્ય પરેશ પવારે કોઈએ મને બદનામ કરવા માટે ગરબડ કરી છે.
બીજી તરફ આ વોટ્‌સએપ ગ્રૃપમાં બિભત્સ ફોટો પોસ્ટ કરાતા ૧૬ જેટલી મહિલા સરપંચ-તલાટીઓ ગ્રૃપમાંથી નીકળી ગયા હતા. અગાઉ પણ અનેકવાર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વોટ્‌સએપ ગ્રૃપમાં બિભત્સ ફોટા અને વીડિયો પોસ્ટ કરતાં હોવાની ઘટનાઓ સામે આવી છે. અને આ ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here