ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીનું કદ વેતરાઇ જશે

0
21
Share
Share

રામ મંદિરની પહેલી ઈંટ મૂકનારા કામેશ્વર ચૌપાલને બિહારના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે

પટણા, તા. ૧૩

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ હવે સરકાર રચવાની તૈયારીઓ ઝડપી બની છે. આજે એનડીએની મહત્વની બેઠક યોજાશે જેમાં મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારના નામની જાહેરાત થશે તેમ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીને કદ પ્રમાણે વેતરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુશીલ કુમાર મોદીના સ્થાને અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પહેલી ઈંટ મુકનારા કામેશ્વર ચૌપાલને બિહારના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ મામલે ચૌપાલે કહ્યું હતું કે, હું પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટી જે જવાબદારી સોંપશે તે મને સ્વિકાર્ય રહેશે.

કામેશ્વર ચૌપાલને નવી સરકારમાં સમાવવાની ચર્ચા ચાલી રહી છે. રામ મંદિર ટ્રસ્ટના દલિત સેવક અને ભાજપના વરિષ્ટ નેતા કામેશ્વર ચૌપાલ પટના પહોંચી પણ ગયા છે. ભાજપની વધારે સીટો આવવાને કારણે મુખ્યમંત્રી ભાજપના જ હોવાની અટકણોને લઈને ચૌપાલે કહ્યું હતું કે, મંથન થઈ ચૂક્યુ છે, સીએમ નીતિશ કુમાર જ બનશે. એનડીએના નેતા હશે જે નિર્ણય હશે તે સૌને માન્ય રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીએમ નિવાસસ્થાને થનારી એનડીએની બેઠકમાં ભાજપના સુશીલ મોદી, સંજય જયસવાલ, નંદકિશોર યાદવ અને મંગલ પાંડે સહિતના અન્ય નેતા બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં આગળના કાર્યક્રમ મંત્રિમંડળની રૂપરેખા પર ચર્ચા કરવા થશે. ચૌપાલને ઉપમુખ્યમંત્રી બનાવવાના અહેવાલનો અર્થ એ થયો કે, બિહાર ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીનું પત્તુ કપાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here