ભાજપના ચૂંટણી ઢંઢેરા પર તેજસ્વી યાદવનો સવાલ

0
25
Share
Share

જો ભાજપ સત્તા પર નહીં આવે તો બિહારના લોકોને વેક્સિન મફત નહીં મળે?

પટના,તા.૨૨

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં લોકોને કોરોનાની વેક્સિન મફત આપવાનો વાયદો કરીને ભાજપ ફસાઈ છે.હવે વિપક્ષોએ તેનો વળતો જવાબ આપ્યો છે.

ભાજપ અને જેડીયુના મુખ્ય પ્રતિસ્પર્ધી એવી લાલુ પ્રસાદ યાદવની આરજેડી પાર્ટીના નેતા તેજસ્વી યાદવે સવાલ પૂછ્યો છે કે, જો ભાજપ સત્તા પર નહીં આવે તો શું કેન્દ્ર સરકાર બિહારના લોકોને કોરોના વેક્સિન નહીં આપે?ભાજપે વેક્સિનનો રાજકીય ઉપયોગ શરુ કરી દીધો છે.જે બતાવે છે કે, તેમની પાસે બીમારી અને મોતના ડરને વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, બિહારી લોકો સ્વાભાવિમાની છે, તેઓ વેકિસનના થોડા રુપિયા બચાવવા માટે પોતાના બાળકોનુ ભવિષ્ય નહીં વેચે.કોરોનાની જે પણ વેક્સિન બનશે તે દેશની હશે, તે ભાજપની વેક્સિન નહી હોય.

બીજી તરફ શિવસેનાએ પણ ભાજપના વાયદા પર પ્રહાર કરતા કહ્યુ છે કે, હજી તો વેકિસન આવી નથી પણ ચૂંટણી માટેના વાયદાનો હિસ્સો બની ગઈ છે.શું કેન્દ્ર સરકારની તમામ રાજ્યોના લોકો માટે એક સરખી જવાબદારી નથી હોતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here