ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયા પર ૧૬ કરોડ લીધા હોવાનો પ્રતાપ દુધાતે લગાવ્યો આરોપ

0
20
Share
Share

ધારી,તા.૧૭

ગુજરાતમાં એક તરફ હાલમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના નેતાઓ હવે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. અમરેલી-ધારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મામલો ગરમાયો છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતનુ સ્ફોટક નિવેદન સામે આવી રહ્યું છે. પ્રતાપ દુધાતે જે.વી કાકડિયાને જયચંદ ગણાવ્યા હતા.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ૮ ધારાસભ્યોએ પૈસાનો વેપાર કર્યો હોવાનો આક્ષેપ સવારકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે કર્યો છે. પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ પૈસા લીધા હોવાનો આરોપ ફરી મૂકતા રાજકીય ગલીયારામાં હડકંપ મચી જવા પામ્યો હતો. સવારકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જેવી કાકડિયા પર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે, તેમણે ૧૬ કરોડ લીધા છે. ણે ૧૬ કરોડ લીધા હોવાનો સનસની ખેજ જે.વી કાકડિયા પર આરોપ મુકતા બન્ને નેતાઓ ખૂલીને સામે આવી ગયા છે.

એટલું જ નહીં, પ્રતાપ દુધાતે ધારી, ખાંભા અને ચલાલા જેવી જાહેર જગ્યાએ સામે બેસીને વાત કરવાની ચેલેન્જ પણ આપી છે. એટલું જ નહીં, આ આરોપ પછી પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, મને નોટીસ આપી હોવાનું જાણવા મળ્યું છે પણ મને મળી નથી. ધારાસભ્યોએ પૈસા લીધા હોવા અંગે સી.બી.આઈ.તપાસની માંગમી કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here