ભાજપના ઉપપ્રમુખ માસ્ક વગર વિજય રથમાં જોડાયાનો વીડિયો વાઈરલ

0
17
Share
Share

સુરત,તા.૨૮
સાયણ સુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કાર્યકર્તાઓ જ નહીં ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દીપેશ પટેલ પણ માસ્ક વગર ભીડમાં વિજય રથ સાથે જોડાય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વિજય રથમાં ૫૦૦થી વધુ લોકો જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી ૫ ડિરેક્ટરોની જીત થઈ છે. જે પૈકીના ઓલપાડ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દીપેશ પટેલની ખલીપોર બેઠક પર જીત થઈ છે.
જીતની ખુશીમાં વિજય રથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦થી વધુ લોકો જોડાયા હતા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના દિપેશ પટેલ અને લોકો જોવા મળ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સાયણ સુગરમાં વર્તમાન પ્રમુખ રાકેશ ઠાકોર પટેલ ૬૫ મતે વિજેતા થવા સાથે તેમની પેનલના જનરલ બેઠક ૪ ઉમેદવારો સાથે ૧૨ બેઠક પર ભવ્ય વિજય મળ્યો હતો.જ્યારે વર્તમાન ડિરેક્ટરો પૈકી સૌની નજર હતી તેવા સાંધીએર ઝોન પર કોંગ્રેસના કદાવર નેતા અને સહકારી આગેવાન દર્શન પટેલની સૌથી વધુ ૨૩૩ મતોથી જીત થવા સાથે કુડસદ બેઠક પર માજી પ્રમુખ કેતનભાઈ પટેલ ચૂંટણી જંગમાં હોય કાંટાની ટક્કર વાળી કુડસદ બેઠક પર કેતન પટેલની ૩૮ મતથી જીત થઈ હતી. જ્યારે સાયણ સુગરના વર્તમાન પ્રમુખ પૈકી ૫ ડિરેક્ટરોની જીત જ્યારે ૩ ડિરેક્ટરોની હાર થઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here