વિરાટ-અનુષ્કાની દિકરીની પ્રથમ તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ

0
19
Share
Share

અનુષ્કા શર્મા અને ભારતીયટીમના કેપ્ટન વિરાટ કોહલી સોમવારે એટલે કે ૧૧મી જાન્યુઆરીએ માતા-પિતા બન્યા

સિડની,તા.૧૨

વિરુષ્કાની દિકરીની પ્રથમ તસવીર મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ તેમાં ફેન્સની ઉત્સુક્તા વધશે. કારણ કે આ તસવીરમાં બાળકીના માત્ર પગ દેખાઇ રહ્યા છે. આ તસવીર કોહલીના ભાઇ વિકાસ કોહલીએ શેર કરી છે.

ટીમ ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં સોમવારે પ્રથમ સંતાન તરીકે દિકરીનું પારણુ બંધાયું. વિરાટે આ અંગે ટ્‌વીટર પર સંદેશ આપી ખુશી વ્યક્ત કરી હતી.

ત્યાર બાદ તો ફેન્સ અને તેના ફોલોઅર્સે સોશિયલ મીડિયા પર અભિનંદનની ઝડી લગાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર તો ૨ કલાકમાં ૩૭ લાખ લોકોએ વિરાટની પોસ્ટ લાઇક કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે બાબા અનંત મહારાજ વિરુષ્કાની દિકરીનું નામ રાખશે. બંનેના જીવનમાં અગાઉ પણ બાબા અનંતની મહત્વની ભૂમિકા રહેલી છે. વિરાટ અને અનુષ્કા ઘણા મહત્વના નિર્ણયમાં તેમની સલાહ લે છે.

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સોમવારે એટલે કે ૧૧મી જાન્યુઆરીએ માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ આ અંગેની જાણકારી તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપી હતી. બોલિવુડના આ મોસ્ટ લવ્ડ કપલને ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સ તરફથી અઢળક શુભેચ્છાઓ મળી રહી છે. હવે વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નવજાત બાળકીના પગની તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ’ખુશીની લહેર ઘરમાં એન્જલ. વિરાટ કોહલીએ ખુશખબર આપતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, અમને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે આજે બપોરે અમારી દીકરીનો જન્મ થયો છે. તમારા સૌના પ્રેમ, પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ માટે આભાર. અનુષ્કા અને બેબી બંનેનું સ્વાસ્થ્ય સારું છે. અમારું સૌભાગ્ય છે કે અમને જીવનના આ નવા ચેપ્ટરનો અનુભવ કરવાની તક મળી. અમને આશા છે કે આ સમયે તમે અમારી પ્રાઈવસીનું સન્માન કરશો. પ્રેમ, વિરાટ. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં અનુષ્કા અને વિરાટે ગુડ ન્યૂઝ આપ્યા હતા. અનુષ્કા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી હોય તેવી તસવીર શેર કરીને કપલે લખ્યું હતું કે, અને પછી અમે ત્રણ થયા. જાન્યુઆરી ૨૦૨૧માં આવી રહ્યું છે. અનુષ્કા શર્માની ડિલીવરી પહેલા જ વિરાટ કોહલી ભારત આવી ગયો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાની ટૂર પર હતો. જો કે, પહેલા બાળકના જન્મ સમયે પત્ની સાથે રહેવા માટે વિરાટ ક્રિકેટિંગ શિડ્યુલમાંથી બ્રેક લઈને મુંબઈ આવી ગયો હતો. મુંબઈ આવ્યા પછી વિરાટ પત્ની અનુષ્કાનું ખૂબ ધ્યાન રાખતો હતો. છેલ્લા થોડા દિવસોમાં કપલ લગભગ બેવાર ડૉક્ટરના ક્લિનિક પર જોવા મળ્યા હતા. હાલ કેપ્ટન કોહલી પેટરનિટી લીવ પર છે ત્યારે અનુષ્કા અને દીકરી સાથે ભરપૂર સમય વિતાવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here