ભાઈ-બહેનને કંગના રનૌતે લક્ઝુરિયસ ફ્લેટ ગિફ્ટ કર્યા

0
22
Share
Share

આ પ્રોપર્ટી એરપોર્ટની નજીકમાં છે અને બિલ્ડિંગની આજુબાજુમાં સારા મોલ અને રેસ્ટોરાં પણ જોવા મળે છે

મુંબઈ, તા.૩

બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત હાલ તેની અપકમિંગ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ખૂબ જ જલ્દી ફેન્સ માટે નવી ફિલ્મો લઈને આવી રહી છે. કંગના રનૌત ફિલ્મો સિવાય બોલિવુડના સેલેબ્સ સાથેના વિવાદને લઈને પણ ચર્ચામાં રહે છે. આટલું જ નહીં તેની બહેન રંગોલી ચંદેલ પણ તેનો સાથ પૂરાવીને વિવાદના કેન્દ્રમાં રહે છે. કંગના પ્રોફેનશલ લાઈફમાં ભલે લોકો સાથે બાખડવા માટે જાણીતી હોય, પરંતુ પરિવારના સભ્યોનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે.

એક્ટ્રેસે હાલમાં જ ચંડીગઢમાં તેની બહેન રંગોલી ચંદેલ, ભાઈ અક્ષત અને અન્ય બે કઝિનને લક્ઝુરિયસ ફ્લેટ ગિફ્ટમાં આપ્યા છે. પોતાના ભાઈ-બહેન માટે ભવ્ય પ્રોપર્ટી ખરીદવા તેણે ચાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

એક્ટ્રેસના નજીકના સૂત્રોએ ખુલાસો કર્યો કે, કંગના તેના ભાઈ-બહેન પ્રત્યે હંમેશા સપોર્ટિવ રહી છે અને આ વખતે તેણે ફરીથી સાબિત કરી બતાવ્યું છે. કંગનાએ આ વખતે ચંડીગઢની પોશ લોકાલિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ્‌સ ગિફ્ટમાં આપ્યા છે. આ પ્રોપર્ટી એરપોર્ટની નજીક છે અને બિલ્ડિંગની આજુબાજુમાં સારા મોલ અને રેસ્ટોરાં પણ છે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, કંગના શહેરમાં પોતાનું એક ઘર હોય તેવું ભાઈ-બહેનનું સપનું પૂરું થાય તેની ખાતરી કરવા માગતી હતી. હિમાચલ પ્રદેશના લોકો હંમેશા શહેરમાં પોતાનું ઘર હોય તેવું સપનું ધરાવે છે.

કંગનાએ તેના ભાઈ-બહેનનું સપનું સાકાર કર્યું છે, તેમ સૂત્રોએ ઉમેર્યું. કંગના રનૌત જ્યોર્જ ક્લૂનીના પગલે-પગલે ચાલી હોય તેમ લાગી રહ્યું છે. તેણે પણ એકવાર પોતાના ૧૪ મિત્રોને ૧ મિલિયનની રોકડ આપી હતી. ધાકડ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ ઉઠાવવા માટે જાણીતી છે અને પોતાના ભાઈ-બહેન માટે પ્રોટેક્ટિવ છે. હાલમાં તેણે ઉદયપુરમાં ભાઈ અક્ષત માટે ગ્રાન્ડ વેડિંગનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. આ પહેલા, કંગના મનાલીમાં આવેલા રંગોલીના ઘર માટે પર્ફેક્ટ ઈન્ટિરિયર ડિઝાઈનર સાબિત થઈ હતી. ભવ્ય ઘરની ઝલક બંને બહેનોએ દેખાડી હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો, કંગના રનૌત પાસે ઘણી ફિલ્મો છે. તે થલાઈવીમાં જોવા મળશે, જેમાં તે એક્ટ્રેસમાંથી રાજનેતા બનેલા જે. જયલલિતાનું પાત્ર ભજવશે. તેની પાસે તેજસ, ધાકડ અને મણિકર્ણિકાની સીક્વલ પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here