ભવ્ય ભૂતકાળ અને ગૌરવવંતા ઈતિહાસનું સાક્ષી વેરાવળ-પાટણ નગરપાલિકા

0
25
Share
Share

પ્રભાસ પાટણ, તા.૧૭

સોરઠના પ્રાચીન ઈતિહાસના વારસાસમી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ૧૯ જાન્યુ.એ સાત દાયકાની સફર વાળોટી ૭૨ માં વર્ષમાં પ્રવેસશે. ઈતિહાસ વેરાવળમાં જૂનાગઢ સ્ટેટ તરફથી તા.૧-૯-૧૯૩૪ ના રોજ શહેર સુધરાઈ આપવામાં આવી પરંતુ જેના પ્રમુખ તરીકે વેરાવળ પોર્ટ ઓફીસર બન્યા અને બાકીના સભ્યોની પણ સ્ટેટ તરફથી નિમણુંક કરવામાં આવી.

સને ૧૯૪૭ માં દેશ સ્વાતંત્ર્ય થતા જુનાગઢ રાજ્યનું ભારતીય સંઘ સાથે જોડાણ થતા સને ૧૯૫૦ માં વેરાવળને પ્રજાકીય શહેર સુધરાઈ આપવામાં આવી જેમાં ચૂંટણી દ્વારા સભ્યોની પસંદગી થતી તેના પ્રથમ પ્રમુખ તરીકે વકીલ હિરાચંદ કે.ગાંધીએ તા.૧૯-૧-૫૦ ના રોજ ચાજર્ સંભાળ્યો ત્યારે શહેરનો વિસ્તાર ૯.૦૬૫ ચો.કી.મી. હતો અને વસ્તી ૭૫૫૨૦ સને ૧૯૭૧ વસ્તી ગણત્રી મુજબ હતી. જ્યારે ૧૮૯૧ માં કુલ વસ્તી ૧૫૩૩૯ હતી. જેમાં પુરૂષો ૭૭૨૬, મહિલા ૭૬૧૩ અને ૧૯૦૧ માં કુલ વસ્તી ૧૬૬૭૫ જ્યારે ૧૯૧૧ માં ૧૫૫૬૩, ૧૯૨૧ માં ૧૯૩૬૫, ૧૯૩૧ માં ૨૨૧૬૪, ૧૯૪૧ માં ૩૦૨૭૫, ૧૯૫૧ માં ૪૦૩૭૮, ૧૯૬૧ માં ૪૬૯૩૦, ૧૯૮૧ ની ગણત્રી ૮૪૮૪૦ વસ્તી હાલ અંદાજે પોણા બે લાખ વસ્તી ૧૯૭૧ માં પ્રભાસ-પાટણ નગરપાલિકાનુ વેરાવળ સાથે જોડાણ થયું અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા બની, નગરપાલિકાના ઈતિહાસમાં તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનું વેરાવળ ગાર્ડનમાં ગાર્ડનપાટર્ી આપી ખાસ સન્માન કરાયુ હતુ. પાલિકા અનેકવાર સુપરસીડ પણ થઈ છે અને વહીવટદાર સાશન પણ આવેલું છે. હાલ બોર્ડની મુદત પુરી થયેલ હોઈ નવા પ્રમુખ નિયુક્તિ સુધી વહીવટદાર સાશન છે. જે ૧૭ મી વખત છે. અગાઉ ૧૬ વખત વહીવટદાર સાશન આવી ચુકેલ છે.

એક સમયે રાજ્યભરમાં નગરપાલિકા ચૂંટણીઓમાં જ્યારે ભાજપનો કેસરીયો લહેરાયો હતો ત્યારે એક માત્ર વેરાવળમાં જનજાગૃતિ મંચને તોતીંગ બહુમતી મળી હતી. જેનુ આશ્ચર્ય રાજ્યભરમાં થયુ હતુ. વીતેલા ઈતિહાસમાં પાલિકા ચૂંટણીમાં કોઈને કોઈ વર્ષે એક જ પરિવારના પિતા-બે પુત્રો અને પુત્રવધુ ચુંટણીમાં વિજેતા બની પ્રમુખ-ઉપપ્રમુખ કે સભ્યપદ બિરાજી ચુકયા છે. નગરપાલિકા ઈતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ૧૯૯૮ માં ભાનુબહેન કુહાડા ચુંટાઈ આવેલ હતા. ગાર્ડન-હિરણ-૨ ડેમ પાણી સુવિધા, લાયબ્રેરી નગરપાલિકાની નવી કચેરી, જીમખાના નગરપાલિકા પૂર્વ શાસકોની ભેટ છે. નવી ચૂંટણીમાં વિજેતા થનાર માટે પ્રજાની ઘણી જ અપેક્ષા છે અને સમસ્યાઓ ઉકેલાય તેવી આશાઓ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here