ભવનાથમાં ૧૦૪ દુકાનોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી ચાવડા

0
20
Share
Share

જૂનાગઢ તા.૧,

જૂનાગઢ-ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનાં મેદાનમાં ડોળીવાળા લોકોને વૈકલ્પિક રોજગારી આપવા ૧૦૪ દુકાનોનું નિર્માણ એક વર્ષમાં પૂર્ણ કરાશે. પ્રવાસન નિગમ દ્વારા રુપિયા ૧.૧૪ કરોડના ખર્ચે તૈયાર થનાર આ દુકાનોનું આજે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, ધારાસભ્ય  દેવાભાઈ માલમ,  ભીખાભાઈ જોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતુંડોળીના માધ્યમથી ભાવિકોને પવિત્ર ગિરનારની યાત્રા કરાવતા ડોળીવાળા કુટુંબો માટે ભવિષ્યમાં રોપ-વે કાર્યરત થવાથી રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો. આથી ડોળીવાળાઓની વૈકલ્પિક રોજગારીની માંગણી હતી. તેમની રોજગારીનો પ્રશ્ન હતો. રાજ્ય સરકારે તેમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી દુકાનો આપવાનો નિર્ણય કરી આ ૧૦૪ કુટુંબની રોજગારીનો પ્રશ્ન હલ કર્યો છે. તેમ મંત્રી  જવાહરભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું કે આ મેદાન પાર્કિંગ માટે છે, પરંતુ દુકાનો બોર્ડર ઉપર બનશે અને બાજુમાં પાર્કિંગની વધુ જગ્યા ખુલ્લી કરાશે. આથી ભવિષ્યમાં પણ પાર્કિંગ નો પ્રશ્ન ઉદ્દભવશે નહીં.જૂનાગઢના વિકાસ માટે રોપ-વે પ્રોજેક્ટ ખૂબ મહત્વનો છે, તેમાં સૈા સહયોગી થયા તે પ્રત્યે શ્રી ચાવડાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. દુકાનોના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવાસન નિગમના પ્રોજેક્ટ મેનેજર અજીત જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિસીપલ કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ પ્રમુખ  શશીકાંતભાઇ ભીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, શૈલેષ દવે, નગરસેવક એભાભાઇ કટારા, પ્રાંત અધિકારી જ્વલંત રાવલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

દુકાનો અમારા માટે  વૈકલ્પીક રોજગારીનું માધ્યમ બનશે

પ્રાચીન ઐતિહાસિક પર્વત ગિરનાર પર વર્ષોથી ડોળીના વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો માટે રાજ્ય સરકારે દુકાનો આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ડોળીવાળા કુટુંબોનો રોજગારીનો પ્રશ્ન હલ થશે અહીં નિર્માણ થનાર દુકાનો અમારા માટે વૈકલ્પિક રોજગારીનું માધ્યમ બનશે. તેમ ડોલી એસોસિએશનના પ્રમુખ રામેશભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.રમેશભાઈ એક વધુમાં કહ્યું કે અહીં અમે લોકો ખાણી-પીણી, ઇમિટેશન અને રમકડા સહિતની દુકાનો કાર્યરત કરીશું. જે અમારા કુટુંબ માટે રોજગારી પૂરી પાડશે મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તેમ જ દુકાનો આપવા સહયોગી થનાર વહીવટી તંત્રના અધિકારીઓ પ્રત્યે  રમેશભાઈ આભારની લાગણી વ્યક્ત કરી હતી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here