ભરૂડી ટોકનાકા કર્મી પર હુમલો, કહ્યું ’અમે બાજુના ગામના ગમે તે કરીશું, સીસીટીવીમાં કેદ

0
20
Share
Share

રાજકોટ,તા.૩૦

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પર ગઈકાલે રાતે પીપળીયા ગામના શખ્સોએ ટોલનાકા પર આવીને કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કહ્યું કે અમે બાજુના ગામના છીએ અમે ગમે તે કરીશું. જેથી મામલો ઉગ્ર બન્યો હતો. હુમલાખોરોએ ટોકનાકાના કર્મચારીને ઢોરમાર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીવીમાં કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર ગત રાતે પોણા ૧૦ વાગ્યે ૨ વ્યક્તિ ટુ વ્હીલર એક્સેસ લઈને લાઈન નંબર ૩માંથી આવ્યાં હતા. જેમાંથી એકનું નામ રણજિત ભરવાડ હતું જે પીપળીયા ગામનો રહેવાસી છે.

જે નીચે ઉતરીને લાઈન નંબર ૧ના બુથ પર ટોલ કર્મચારી ભુપેન્દ્ર ચૌહાણને અચાનક મારવા લાગ્યો હતો. એ જ સમયે બાજુમાં ઉભી રહેલા ટ્રકમાંથી રણજીત ભરવાડ નામના શખ્સે લોખંડનો સળિયો લઈને કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં કર્મચારીને બુથમાંથી બહાર કાઢીને ઢોરમાર માર્યો હતો. જે બાદ આ શખ્સોએ ફોન કરીને પીપળીયામાંથી તેના માણસોને બોલાવ્યાં હતા. જે બાદ લગભગ ૭ મિનિટ બાદ એક કાર રોંગ સાઈડમાં આવી હતી.

જેમાં ૩થી ૪ જેટલા ઈસમો નીચે ઉતરીને ફરીથી કર્મચારીઓને માર મારતા જોવા મળ્યાં હતા. તેમજ ટોલ પ્લાઝા બંધ કરી દેવા જણાવ્યું હતું. આ સાથે જ કહ્યું કે અમે બાજુના ગામના લોકલ છીએ અમને ગમે એમ કરીશું અને બીભત્સ ગાળો આપી કહ્યું સવારે આવીને અમે જોઈ લેશું. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ૈષ્ઠ કલમ ૩૨૩, ૫૦૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here