ભરૂચ: વિસ્તાર ખાલી કરાવ્યા બાદ નગરપાલિકાએ તોડી જર્જરિત પાણીની ટાંકી

0
30
Share
Share

ભરૂચ,તા.૧૩

ભરૂચ જિલ્લાના જંબુસરના જલાલપુરા વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી હતી. પાણીની ટાંકી વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી ધરાશાયી થવાના ભયને લઇને સ્થાનિક લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

ગીચ વસ્તીના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ જંબુસર નગરપાલિકાની ટીમે તકેદારી રાખીને પાણીની ટાંકીને તોડી પાડી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here