ભરૂચમાં માસ્ક પહેર્યા વિના જ પોલીસકર્મીએ ફ્રૂટની લારીઓ પર દંડાવાળી..

0
22
Share
Share

ભરૂચ,તા.૨૭
ભરૂચ બાયપાસ રોડ પર પોલીસકર્મીએ માસ્ક પહેર્યા વિના જ ફ્રૂટની લારીઓ પર દંડવાળી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું પાલન કરાવવા નીકળેલી ભરૂચ બી ડિવિઝન પોલીસના જવાનો જ ગળામાં માસ્ક લટકાવીને કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા.
જેને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ભરૂચ બાયપાસ રોડ પર ફ્રૂટની લારીઓ પર વેપારીઓને ભરૂચ બી ડિવિઝન પોલીસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવા માટે નીકળી હતી. પોલીસકર્મીઓ પોતે જ માસ્કના નિયમોની ઐસીતૈસી કરતા જોવા મળ્યા હતા. એક પોલીસકર્મીએ નાકથી નીચેના ભાગે ગળામાં માસ્ક પહેર્યું હતું અને પોલીસકર્મીએ માસ્ક ન પહેરવા બાબતે ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાં વાઈરલ થયો છે.
જેને પગલે વેપારીઓની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. માસ્ક ન પહેરવા પર પોલીસ સામાન્ય પ્રજાને એક હજાર રૂપિયાનો દંડ ફટકારે છે, ત્યારે પોલીસ માસ્ક ન પહેરે ત્યારે તેને દંડ ફટકારવામાં આવતો નથી, ત્યારે સ્થાનિક લોકો અને વેપારીઓ પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here