ભરૂચમાં કોરોના વિસ્ફોટ, ૯ કેસ સામે આવતાં લોકોમાં ગભરાટ

0
6
Share
Share

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના ૨૧૯ કેસ નોંધાયા

ભરૂચ,તા.૨૯

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધારે કોરોનાનો કહેર અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોના વાયરસ મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લામાંથી આજે વધુ ૯ કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોનાથી જિલ્લામાં ૨ વ્યક્તિના મૃત્યું થયા છે. આમ રાજ્યમાં અનલોક વનમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ભરૂચમાં કોરોના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ ૯ કેસ સામે આવ્યા છે. ભરૂચમાં ૫, અંકલેશ્વરમાં ૨,વાગરમાં ૧, અને જબુંસરમા ૧ કેસ સામે આવ્યો છે. ભરૂચમા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના ૨૧૯ કેસ નોંધાયા છે. અનલોક વનમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. કોરોના કેસનો આંકડો પાંચ લાખથી પાર થઇ ગયો છે. ભરૂચમાં કોરોનાના કારણે ૨ યુવકના મૃત્યુ થયા છે. જેમાં એક આમોદનો યુવક છે.જ્યારે બીજો વસ્તી ખંડાલીને યુવક છે. ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કુલ ૧૩ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ગુજરાતમાં ગઇકાલ રાતના આંકડાની વાત કરીએ તો કોરોનાના દર્દીઓનો આંકડો ૩૧ હજાર ૩૯૭એ પહોંચ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી ૨૨ હજાર ૮૦૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી ૧૮૦૯ લોકોના મૃત્યું થયા છે. હાલમાં કોરોનાના ૬૭૮૦ એક્ટિવ કેસ છે. હાલમાં ૭૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે ૬૭૦૯ દર્દીઓની હાલત સ્થિર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here