ભરૂચના ૯ ગામના ૨૦૦થી વધુ ભાજપ કાર્યકરો બીટીપીમાં જોડાયા

0
25
Share
Share

ભરૂચ,તા.૨૯

તાજેતરમાં ભાજપાએ બીટીપીના ગઢ એવા ઝઘડિયા તાલુકામાં ગાબડું પાડી ૨૦૦થી વધુ કાર્યકરોને કેસરીયો ધારણ કરાવ્યો હતો, તો ગણતરીના દિવસોમાં જ ભાજપને પણ મોટો ઝટકો મળ્યો હોય તેમ પક્ષના ૨૦૦ કાર્યકરોએ બીટીપીની રીક્ષા પકડતા ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકારણ ગરમાયુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકામાંથી હવે બીજેપીના સક્રિય કાર્યકરો, સરપંચો અને આગેવાનોએ બીટીપીનો ખેસ ધારણ કર્યો છે. તાલુકાના વિવિધ ૯ ગામના ભાજપ સમર્થક કાર્યકરો બીટીપીમાં જોડાયા છે.

ધારાસભ્ય છોટુ વસાવાએ કાર્યકરો અને સરપંચોને ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. આશરે ૨૦૦ થી વધુ કાર્યકરો બીટીપીમાં જોડાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાર્યકરોની તોડજોડ પાર્ટીઓમાં પૂરજોશમાં હોય તેમ લાગી રહ્યું છે. ઝઘડીયા – ઉમલ્લાનાં ભાજપના સક્રિય કાર્યકર્તા જયદીપસિંહ મહિડા,

સરસાડ ગામના સરપંચ અને કાકલપોર ગામનાં ડે સરપંચ અને પંચાયતના સભ્ય, વઢવાણાના સરપંચ હરેશ વસાવા, મહેન્દ્રસિંહ મહીડા (પંચાયત સભ્ય) અને પાણેથા ગામના હાર્દિક પટેલ, અજય પાટણવાડિયા, રમેશ વસાવા, પ્રવિણ વસાવા, સુરેશ વસાવા સુથારપરા ગામનાં સરપંચ અંકિત પાંજરોલીયા, યુવા આગેવાન સારસા ગામ સહિત ૨૦૦ થી વધુ કાર્યકરો બીટીપીમાં જોડાતા તોડજોડની રાજનીતિનો પ્રારંભ થઇ ચુક્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here