ભરી સભામાં ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો, કોંગ્રેસને મત આપવાની કરી અપીલ

0
21
Share
Share

પાટણ,તા.૨૨

ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત રાજ્યની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન સંપન્ન થઈ ગયું છે, ત્યારે હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પાટણમાં યોજાયેલી સભામાં બફાટ કરતાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. આ અંગેની વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ૨૮ ફેબ્રુઆરીએ પાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે,

ત્યારે તેના પ્રચાર માટે ભાજપ નેતા અને રાજ્યના શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે પાટણના ધધાણામાં જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, “ક્યાંક ઉપર-નીચે કરવા જશો, તો માઁ ખોડિયાર તેમને માફ નહીં કરે. તેમણે જનમેદનીને અપીલ કરી હતી કે, બન્ને કમળના ઉમેદવારોને મત આપો, નહીં તો કોંગ્રેસને મત આપજો.” અલ્પેશ ઠાકોરની હાજરીમાં દિલીપ ઠાકોરે કોંગ્રેસને મત આપવાની અપીલ કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here