ભરતસિંહ સોલંકીને કોરોના થતા મુખ્યચૂંટણી અધિકારી હોમ ક્વોરન્ટાઇન થયા

0
15
Share
Share

ગાંધીનગર,તા.૨૩

તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ વડોદરાની બેન્કર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે સોલંકીના સંપર્કમાં આવનાર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કોંગી ધારાસભ્ય ક્વોરન્ટીન થયા છે. જો કે હજુ સોલંકીના સંપર્કમાં આવેલા ભાજપના નેતાઓ ક્વોરન્ટીન થવાના બાકી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્ન રાજ્યસભાની ચૂંટણી સમયે કોરોના પોઝિટિવ ભરતસિંહના સંપર્કમાં આવ્યા બાદ આજે ક્વોરન્ટીન થયા છે. ઉપરાંત રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડ્યા પણ ક્વોરન્ટીન થયા છે. ભરતસિંહના કારણે કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ ક્વોરન્ટીન થયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here