ભટીન્ડા-બિકાનેર ટ્રેનનું નામ કેન્સર ટ્રેન કેમ પડી ગયુ…..?

0
30
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

આપણા રાષ્ટ્રપતિ કોવિદજીએ  ખેડૂતોને પુનઃ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહ્વાન કર્યુ છે. કારણ કેમિકલયુક્ત ખાતરો અને વિવિધ દવાઓથી ખેતી જમીનને નુકસાન થઈ રહ્યું છે તે ઘણુજ ભયાનક છે. એક સમયની ફળદ્રુપ જમીન કેમિકલ ખાતરો અને દવાના કારણે ધીરી ગતિએ ફળદ્રુપતા ગુમાવતી રહી છે એટલે  કૃષિ ઉત્પાદન પણ ઘટતું જાય છે…. આખરે જમીન બંજર બની જાય છે ત્યારે ખેડૂતોએ હવે વધુ અને સારું ઉત્પાદન મેળવવા કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. ત્યારે નિષ્ણાતોના અભ્યાસ અનુસાર દેશભરમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે “પેસ્ટિસાઈઝડ” કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ દેશ ભરમા વપરાતા પેસ્ટિસાઈઝડના વપરાશનો ૩૦% વપરાશ માત્ર પંજાબ રાજ્યમાં જ થાય છે. તેના પરિણામે ત્યાના ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ ગામડુ એવું નથી કે જ્યાં કેન્સર ગ્રસ્ત વ્યક્તિઓ ન હોય.  આ કેન્સરના ઇલાજ માટે ભટીન્ડાથી ઉપડતી બિકાનેર ટ્રેનનું નામ ઘણા સમયથી કેન્સર ટ્રેન નામ પડી ગયું છે. ત્યા રેલવે સ્ટેશન ઉપર પણ બિકાનેર જનાર પ્રવાસી પૂછે છે કે  કેન્સર ટ્રેન ક્યારે ઉપડશે અને સ્ટેશન કર્મચારીઓ પણ ભટીન્ડા- બિકાનેર  ટ્રેનને કેન્સર ટ્રેન કહે છે.પેસ્ટીસાઈઝ્‌ડ કેમિકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ એટલે કે છંટકાવ કરે છે તે વ્યક્તિજ મોટા ભાગે કેન્સરનો દર્દી બની જાય છે. આ પેસ્ટીસાઈઝ્‌ડ ખેતી ઉત્પાદનો  વધુ થાય તે માટે વાપરવામાં આવે છે. જે સાચા અર્થમાં ખતરનાક કૃષિ દવા છે ભટીન્ડાના ખેતીવાડીને લગતા બિયારણ, દવા વગેરે વેચનાર વેપારીઓ પણ ખેડૂતોને સમજાવે છે તે પેસ્ટીસાઈઝ્‌ડનો ઓછો ઉપયોગ કરો તે લોકો માટે તો ખતરારૂપ છે. તથા આ કેમીકલ છાટનિર માટે પણ ખતરનાક છે. ગુજરાતમાં પણ આ કૃષિ દવાનો ઉપયોગ ખેડૂતો કરે છે પણ તેનું પ્રમાણ યોગ્ય માત્રા માં કરે છે. આમ છતાં ગામડાની હવા પાણી પણ પ્રદૂષિત બન્યા છે…..!

પેસ્ટીસાઈઝ્‌ડ કેમિકલના ઉપયોગને કારણે હાઇ બી.પી, ડાયાબિટીસ,ફેફસાને લગતા સહિતના વિવિધ રોગ થાય છે જે એક હકીકત છે…. જે તે રાજ્યની સરકારો કે કેન્દ્ર સરકારે આ કૃષિ દવા બાબતે નીતિ નક્કી કરવી અતિ જરૂરી છે જે હજુ સુધી કરી નથી. પરિણામે ભવિષ્યે દેશભરમાં કેન્સરના દર્દીઓ વધી જવાની શંકા વ્યક્ત કરે છે.આ કેમિકલના નિષ્ણાતો પણ એવી શંકા વ્યકત કરી રહ્યા છે કે આ દવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ ગંભીર પ્રકારના રોગનો ભોગ બને છે તો હ્રદયરોગ,ફેફસાના રોગો, ડાયાબીટીસ સહિતના રોગો આવા વિસ્તારમાં ફરી વળે છે. ત્યારે હવે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ.  શાકભાજીના રંગ ચડાવવા અને તાજા રાખવા માટે તેમ જ ઝડપથી પકાવવા માટે પણ કેમિકલ વપરાય છે તેના કારણે પણ આવા રોગો થવા ઉપરાંત પાચન શક્તિને મંદ પાડે છે,સ્વાદ શક્તિ ઘટાડે છે.  શાકભાજીનો ઉપયોગ કરનારે કાચા શાકભાજી મીઠા યુક્ત પાણીમાં અડધો કલાક પલાળી રાખ્યા બાદ ત્રણ થી ચાર પાણીથી ધોવા જોઈએ તો ફલાવર, કોબી, પાંદડા યુક્ત ભાજીઓ મીઠાવાળા નવશેકા પાણીમાં ૧૫ મિનિટ રાખીને પછીથી ચોખ્ખા પાણી ધોઈને ઉપયોગમાં લેવા જરૂરી છે.ત્યારે સવાલ એ ઉઠે છે કે આધુનિક સમયમાં વધુ કૃષિ ઉત્પાદન મેળવવા,કૃષિ જમીનોની ફળદ્રૂપતા જાળવી રાખવા સાથે ખેડૂતો પોતાનુ,પરિવારનુ અને લોકોનું સ્વાસ્થ્ય જાળવી રાખવા પ્રાકૃતિક ખેતી તરફ વળશે કે કેમ…..?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here