ભચાઉ : વોંઘ ગામે મહિલાનો મૃતદેહ મળ્યો

0
15
Share
Share

ભુજ, તા.૧૨

ભચાઉ તાલુકાના વોંઘ ગામની ખારી સીમમાંથી અજ્ઞાત મહિલાનો કોહવાયેલો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તંત્ર દોડતુ થયુ હતુ. ધરતીકંપ બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ મહારાષ્ટ્ર કોલોનીની પાછળના ખારી સીમ તરીકે ઓળખાતા સીમાડામાં આજ સવારના સમયે નજીકના ખેતરમાં કામ કરતા એક ખેડૂતને મહિલાનો મૃતદેહ નજરે પડ્યો હતો. જેની જાણ ભચાઉ પોલીસને કરવામાં આવી હતી. જાણ કરાતા ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા, પીઆઈ એસ.એન.કરંગીયા, પીએસઆઈ સી.બી.રાઠોડ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો તેમજ ભચાઉના નાયબ મામલતદાર હુબલભાઈ હાજર રહ્યા હતા. આ બાબતે પીઆઈ કરંગીયાએ જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ ઉંધી અવસ્થામાં મળ્યો છે, ત્રણ દિવસથી પડ્યો હોવાનો અંદાજ છે અંદાજિત ઉંમર ૩પ વર્ષની હોવાનુ જણાવી શરીરે ઘા ના નિશાન ન મળ્યા હોવાનુ જણાવ્યું હતુ. અજાણી મહિલાનો મૃતદેહ જે જગ્યાએથી મળ્યો તે જગ્યા વોંઘ ગામ નજીક પસાર થતા નેશનલ હાઈવેથી એકાદ કિલોમીટર દૂર અને સુમસામ જેવી જગ્યા પર આવેલો છે ત્યારે પોલીસ તપાસમાં વિવિધ પાસાઓ તપાસી રહી છે હાલ મૃતદેહ જામનગર એફએસએલ માટે મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.

અંજાર : સંઘડ ગામ નજીક બે બાઈક અથડાતા બેનાં મોત, એક ગંભીર

અંજાર તાલુકાના સંઘડ-જોગણીનાર રોડ ઉપર બે બાઈક અથડાતા એક યુવાનનુ મોત નિપજ્યુ હતુ તો એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. કંડલા મરિન પોલીસ મથકે સંઘડના પાઘેડાવાસમાં રહેતા રમેશભાઈ માદેવભાઈ કોવાડીયાએ ફરિયાદ નોંધાવી છે કે બનાવ ગત રાત્રે ૮.૩૦ વાગ્યે બન્યો હતો. જેમાં તેમના મોટાભાઈ હીરાભાઈ અને માવજીભાઈ પોતાનુ બાઈક લઈને વીરામથી સંઘડ તરફ આવી રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા જીજે૧૨ડીપી ૭૩૪૬ નંબરના બાઈક ચાલકે તેમની બાઈકમાં અથડાવી દેતા હીરાભાઈનુ ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યુ હતુ તો માવજીને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અકસ્માત સજર્નાર બાઈક ચાલકનુ પણ મોત નિપજ્યુ હોવાનુ જાણવા મળ્યું છે. અકસ્માત સજર્નાર ચાલક વિરુઘ્ધ તેમણે ગુનો નોંધાવ્યો છે.

રાપર : બંધ મકાનમાંથી રૂા.૧.૯૫ લાખની મતાની ચોરી

રાપરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂા.૧.૯૫ લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરીયાદ મકાન માલિકે પોલીસમાં નોંધાવી છે. રાપરમાં સોલારી નાકે શ્રીજી માર્બલ સામે, ચૌધરી સમાજવાડી બાજુમાં રહેતા ખેડૂત લાલજીભાઈ નાનજીભાઈ વાવીયા પોતાના પરિવાર સાથે બહાર ગયા બાદ તા.૪/૧૦ ના સવારે ૧૦ થી ૧૧.૪૫ દરમિયાન માત્ર પોણા કલાકમાં જ તસ્કરોએ તેમના બંધ ઘરના તાળા તોડી રૂા.૧,૫૦,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા.૪૫,૦૦૦ રોકડ મળી કુલ રૂા.૧,૯૫,૦૦૦ ની માલમતાની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરીયાદ તેમણે રાપર પોલીસ મથકે નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here