ભચાઉઃ નંદ ગામે બંધ મકાનમાં ધોળા દિવસે રૂા.૪.૯૦ લાખની મત્તા ઉઠાવી જતાં તસ્કરો

0
23
Share
Share

ભુજ, તા.૨૪

ભચાઉ તાલુકના નંદગામના બંધ મકનની બારી તોડી ધોળે દિવસે તસ્ક્રોએ રૂ.૪.૯૦ લાખની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના ભચાઉ પોલીસ મથક્ે નોંધાઇ છે. ટ્રક્ ચાલક્ના ઘરમાં થયેલા આ ચોરીના બનાવને કરણે આઘાતમાં બેભાન થઇને ઢળી  પડેલી પત્નીને હોસ્પિટલ ખસેડવાની નોબત આવતાં ફરિયાદ બે દિવસ બાદ નોંધાઇ ભચાઉના નંદગામ જશોદાધામના બક્ુત્રાવાસમાં રહેતા શામજીભાઇ સામતભાઇ બક્ુત્રા જે ગાંધીધામના ભવ્ય લોજિસ્ટિક્માં ટ્રક્ ચાલક્ તરીક્ે કમ ક્રે છે. તા.૨૧/૯ ના સવારે ૮ઃ૩૦ વાગ્યે ગાંધીધામ ટ્રક્ રિપેરીંગ માટેના કમસર નિક્ળ્યા હતા અને તેમના પત્ની જશુબેન કળી તળાવડી ખાતે સબંધીના મરણ પ્રસંગે લોકઇ માટે ગયા હતા. બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે જશુબેન ઘરે પહોંચ્યા ત્યારે ઘરના રસોડાની બારી તૂટેલી જોઇ તેમણે તરત પતિ શામજીભાઇને ફોન ર્ક્યો હતો. જાણ થતાં જ પહોંચેલા શામજીભાઇએ અંદર જઇને તપાસ ક્રી તો લાક્ડાનો ક્બાટ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો અને આ ક્બાટમાંથી બારી તોડીને પ્રવેશેલા તસ્ક્રોએ સાડા પાંચ તોલાનું સોનાનું મંગળસૂત્ર, ત્રણ તોલાની સોનાની ચેન, બે તોલાના સોનાના ક્ડા, પાંચ જોડી ચાંદીના સાંક્ળા મળી ક્ુલ રૂ.૪,૬૦,૦૦૦ ની ક્મિંતના સોના ચાંદીના દાગીના અને ક્બાટમાં રાખેલા રૂ.૩૦,૦૦૦ રોક્ડા સહિત ક્ુલ રૂ.૪,૯૦,૦૦૦ ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાનું માલૂમ થતાં જ મરણ મૂડી સમાન દાગીના ઉપડી ગયા હોવાના આઘાતમાં તેમના પત્ની જશુબેન બેભાન થઇ ઢળી પડ્યા હતા જેને પહેલાં હોસ્પિટલ લઇ જવાની ફરજ પડી હતી અને એટલે જ તેમણે આ બનાવની ફરિયાદ બે દિવસ બાદ ભચાઉ પોલીસ મથક્ે ફરિયાદ નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લોક્ડાઉન બાદ મંદીના સમયમાં પુર્વ ક્ચ્છમાં દિન દહાડે ચોરીના બનાવો બની રહૃાા છે ત્યારે આ સક્રિય થયેલા તસ્ક્રોએ પોલીસ માટે પડકર ઉભો ર્ક્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here