ભંડારિયા ગામેથી બોગસ તબીબને ઝડપી પાડતી પોલીસ

0
9
Share
Share

રાજકોટ, તા.૧૫

ભાડલા પોલીસે ભંડારિયા ગામે ડિગ્રી વિના તબીબી પ્રેકટીસ કરતા શખસને ઝડપી લીધો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઈન્ચાજર્ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, ગોંડલ ડીવી તથા સીપીઆઈ કે.આર.રામાનુજના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ મથકના પીએસઆઈ ગઢવીને મળેલી બાતમી સબબ હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઈ બાવળીયા તથા કોન્સ્ટેબલ લાલજીભાઈ તલસાણીયા, વિજયભાઈ સરવૈયાએ ભંડારિયા ગામે પ્લોટ વિસ્તારમાં રોહીત રમેશ મકવાણા રહે. ભંડારિયા મોઢપરા કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પોતાની ડોકટર તરીકે ઓળખ આપી પોતાને ડોકટર તરીકે જાહેર કરી પ્લોટ વિસ્તારમાં કલીનીક ખોલી મેડીકલ પ્રેકટીસને લગતી દવાઓ તથા સામાન કિ.રૂા.૧૪૪૦૬ની સાથે મળી આવતા પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here