બ્લેક ટોપમાં ચીનની સેનાની અવરજવર રોકવામાં આવી, ભારતે ટેન્ક તૈનાત કર્યા

0
23
Share
Share

ન્યુ દિલ્હી,તા.૦૨

એવું લાગે છે કે ચીનને વારંવાર હિન્દુસ્તાનના હાથે માર ખાવાની આદત પડી ગઈ છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે ચીન વારંવાર ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે અને વારંવાર ભારતીય સેના તેને પછડાટ આપી રહી છે. ચીને ૩૧ ઓગસ્ટની રાતે પણ એકવાર ફરીથી ઘૂસણખોરીની કોશિશ કરી હતી પરંતુ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ બનાવી દીધી. ચોંકાવનારી વાત એ છે કે ચીન તરફથી આ હરકત એવા સમયે થઈ કે જ્યારે કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી હતી.

લદાખમાં એલએસી પર ભારતીય સેનાએ પોતાની ટેન્કોને મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈનાત કરી. ચુશુલ અને ડેમચોકથી ચીનના હુમલાની આશંકા બાદ આ તૈનાતી કરાઈ છે. ચીનની સેનાની ટેન્કો આગળ વધ્યા બાદ ભારતે આ તૈનાતી કરી છે. પેન્ગોંગ ઝીલ પર ભારતની સ્થિતિ મજબૂત છે. ભારતીય સેના તમામ સંવેદનશીલ ક્ષેત્રોમાં આક્રમક વલણ જાળવી રાખશે.

પેન્ગોંગ લેકના દક્ષિણ કિનારે એટલે કે બ્લેક ટોપ પર હવે ભારતીય સેના તૈનાત છે. ૨૯/૩૦ ઓગસ્ટની રાતે ચીનના સૈનિકો બ્લેક ટોપ પર કબ્જો જમાવવાની કોશિશમાં હતાં પરંતુ ભારતીય સૈનિકોએ તેમને ખદેડી મૂક્યા. બ્લેક ટોપ પોસ્ટ પર પહેલેથી લગાવી રાખેલી ચીનના કેમેરા અને સર્વિલાન્સ સિસ્ટમ પણ ઉખાડી ફેક્યા. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ચીનના સૈનિકોએ પેન્ગોંગ લેકના દક્ષિણ  કિનારે ફરીથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. પરંતુ ભારતીય સેનાની કડક ચેતવણી બાદ પાછા ફરી ગયાં. ૩૧ ઓગસ્ટે ચીને ઉશ્કેરણીજનક કરતૂત ત્યારે કરી જ્યારે લદાખના ચુશુલમાં ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ હતી. ભારતે ચીનને પોતાના સૈનિકોને અનુશાસન અને નિયંત્રણમાં રહેવાનું કહ્યું છે.

ભારતે પેન્ગોંગ લેકના દક્ષિણ કિનારે પોતાની હાજરી વધુ મજબૂત કરી લીધી છે. લદાખના હાલાત પર દિલ્હીમાં ગઈ કાલે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક થઈ. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ મંત્રી એસ જયશંકર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે સામેલ થયા હતાં. બેઠકમાં નક્કી કરાયું કે ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત એલએસી પાસેના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આક્રમક વલણ યથાવત રાખશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here