બ્રિસ્બેન ટેસ્ટઃ ભારતે શરુ કરી પ્રેક્ટિસ, શાર્દૂલ ઠાકુરને તક મળે તેવી સંભાવના

0
19
Share
Share

બ્રિસ્બેન,તા.૧૩

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ બ્રિસ્બેનમાં ૧૫ જાન્યુઆરીએ રમાશે. આ મેચ માટે ટીમ ઇન્ડિયાએ મંગળવારથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અત્યારે સીરિઝ ૧-૧ની બરાબરી પર છે. ત્રીજી મેચ ડ્રો રહી હતી. છેલ્લી મેચ જીતનાર ટીમ સીરિઝ પોતાના નામે કરશે.

બીસીસીઆઇએ પ્રેક્ટિસનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો. કેપ્શનમાં લખ્યું- સિડની ટીમ ઇન્ડિયાએ શાનદાર રમત દાખવી. ટીમ ફરી ભેગી થઈને મેદાન પર પ્રેક્ટિસ કરવા ઊતરી છે. હવે બ્રિસ્બેન ખાતેના અંતિમ મુકાબલા માટે તૈયારી શરૂ થશે.

પ્રેક્ટિસ સેશનમાં કોચ રવિ શાસ્ત્રી ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ઉપક્પ્તાન રોહિત શર્મા પણ ખેલાડીઓને સલાહ આપી રહ્યો હતો. શાર્દુલ ઠાકુર સાથે જસપ્રીત બુમરાહ દેખાયો હતો. બુમરાહ ઇજાના લીધે સીરિઝની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ શાર્દુલને તક મળી શકે છે.

સીરિઝની અંતિમ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ટૂર પર અત્યાર સુધીમાં ૯ ખેલાડીઓ ઈન્જર્ડ થઇ ચૂક્યા છે. તેમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને મયંક અગ્રવાલ સામેલ છે. તેમાંથી બુમરાહ, વિહારી, જાડેજા, રાહુલ, શમી અને ઉમેશ સીરિઝની બહાર થઈ ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here