બ્રિટિશ વર્જીન દ્ધિપ સમૂહની કોર્ટે પાક.સરકારને ૬ અબજ ડોલરનો દંડ ફટકાર્યો

0
43
Share
Share

ઇસ્લામાબાદ,તા.૧૯

પાકિસ્તાન સરકારને બ્રિટિશ વર્જીન દ્વીપ સમૂહની એક કોર્ટે અંદાજે ૬ અબજ ડોલરનો ઝાટકો આપ્યો છે. કોર્ટના આ ઝાટકાનું કારણ અમેરિકા અને ફ્રાન્સમાં પાકિસ્તાનની માલિકી ધરાવતી બિલ્ડિંગને જપ્ત કરવાનો ખતરો મંડરાવા લાગ્યો છે. જો કે અંદાજે ૨૮ વર્ષ પહેલાં પાકિસ્તાન સરકારે સોનાની ખોદકામ કરનાર કંપનીઓની સાથે કરાર કર્યો હતો. બાદમાં અબજો ડોલરનું સોનું મળ્યા બાદ પાકિસ્તાન સરકારની નિયતમાં ખોટ દેખાઇ અને તેણે આ કરારને રદ કરી દીધો. હવે કોર્ટ એ કંગાળ પાકિસ્તાન પર ૫.૯ અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે.

એશિયા ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કોર્ટે આદેશ આપ્યો છે કે પાકિસ્તાની સંપત્તિઓને જપ્ત કરવાની પ્રક્રિયાની અંતર્ગત અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલ રૂઝવેલ્ટ હોટલ અને પેરિસમાં આવેલા સ્ક્રાઇબ હોટલની કિંમતની આકરણી કરવામાં આવે. આ બંને સંપત્તિઓનો માલિકી હક પહેલેથી જ કંગાળિયતની સ્થિતિમાં ચાલી રહેલ સરકારી વિમાન કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની માલિકી ધરાવતા એક કંપનીની પાસે છે. આ કંપની બ્રિટિશ વર્જીન દ્વીપ ગ્રૂપમાં રજીસ્ટર છે.

આની પહેલાં જુલાઇ ૨૦૧૯માં વિશ્વબેન્કના એક ટ્રિબ્યુનલે પાકિસ્તાન પર ૨૦૧૧ની સાલમાં સોનાની ખાણનું લાઇસન્સ રદ કરવા માટે આ ૫.૯ અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો. આ ખાણ પર ઓસ્ટ્રેલિયા અને ચિલીની ખોદકામ કરતી કંપનીઓની જવાબદારી હતી. આ કંપનીએ લાઇસન્સ રદ કરવા પર ૮.૫ અબજ ડોલરનું વળતર માંગ્યું હતું. સૌથી પહેલાં આ સમજૂતી પાકિસ્તાનની બલુચિસ્તાન સરકાર અને ઑસ્ટ્રેલિયાની ખાણ કંપની બ્રોકેન હલિની વચ્ચે વર્ષ ૧૯૯૩માં રેકો ડિક ખાન માટે થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here