બ્રિટનના કોરોના સ્ટ્રેને સીમાડા વટાવ્યા, ફ્રાન્સ, સ્પેન, સ્વીડન અને જાપાન પહોંચ્યો

0
18
Share
Share

બ્રિટન,તા.૨૭

૨૦૨૦ના પ્રારંભથી સમગ્ર વિશ્વમાં પ્રસરેલા કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા ૮ કરોડને પાર થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૮,૦૨,૮૮,૪૫૫ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. બ્રિટનમાં કોરોના વાઇરસનો વધુ ઘાતકી અને ચેપી સ્ટ્રેન સામે આવતાં વિશ્વભરમાં કોરોના સંક્રમણનો ખતરો એકાએક વધી ગયો છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બ્રિટનમાં તાજેતરમાં ઉદ્દભવેલા નવા કોરોના વાઇરસનો પહેલો કેસ ફ્રાન્સમાં નોંધાયો છે. ૧૯મી ડિસેમ્બરે લંડનથી ફ્રાન્સ પહોંચેલા ફ્રેન્ચ નાગરિકના ટેસ્ટમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવ્યો હતો.

બ્રિટનની નજીક આવેલા આયરલેન્ડમાં પણ નવા સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવ્યો છે. આયરલેન્ડની સરકારે દેશમાં શુક્રવારથી ૧૨ જાન્યુઆરી સુધી તાત્કાલિક લોકડાઉનની જાહેરાત કરી હતી. તેવી જ રીતે બ્રિટનથી સુદૂર પૂર્વમાં આવેલા જાપાનમાં કોરોનાના નવા સ્ટ્રેનના પાંચ કેસ સામે આવ્યાં છે. બ્રિટનથી તાજેતરમાં જ આ સંક્રમિતો જાપાન પરત ફર્યાં હતાં. સ્પેનના મેડ્રિડમાં પણ બ્રિટિશ સ્ટ્રેનના ૪ કેસ સામે આવ્યાં છે.

આ તમામ દર્દી તાજેતરમાં જ બ્રિટનથી સ્પેન પરત ફર્યાં હતાં. સ્વીડનમાં પણ બ્રિટિશ સ્ટ્રેનનો કેસ સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે પરંતુ દક્ષિણ આફ્રિકાનું કહેવું છે કે અમારા ત્યાં મળેલો કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન બ્રિટનના સ્ટ્રેન કરતાં તદ્દન અલગ છે. નાઇજીરિયામાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here