બ્રાઝિલમાં સ્થિતી સુધરી નથી

0
16
Share
Share
  • મોત અને કેસોની સંખ્યામાં રેકોર્ડ વધારો જારી
  • આરોગ્ય વિભાગ એલર્ટ વચ્ચે સક્રિય : ગંભીર દર્દી વધ્યા

રિયોડિજેનેરો,તા. ૨૪

બ્રાઝિલમાં રેકોર્ડ કેસોની સંખ્યા વધતા તંત્રની ચિતા વધી રહી છે. વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત થયેલા દેશોની યાદીમાં બીજા સ્થાને રહેલા બ્રાઝિલની હાલત ખરાબ થઇ રહી છે. આરોગ્ય વ્યવસ્થા બ્રાઝિલની સારી હોવા છતાં સ્થિતી કાબુમાં આવી રહી નથી. દરરોજ રેકોર્ડ સંખ્યામાં કેસો સપાટી પર આવી રહ્યા છે. પહેલા દરરોજ મોતનો આંકડો એક હજાર કરતા વધારે હતો જો કે હવે પહેલા કરતા સારી સ્થિતી જોવા મળી રહી છે. બ્રાઝિલમાં કોરોના વાયરસ ભારતની જેમ ધીમી ગતિથી ફેલાયા બાદ હવે ઝડપથી કેસો વધી રહ્યા છે. બ્રાઝિલમાં કેસોની સંખ્યા અને મોતના આંકડામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે ત્યારે સામાન્ય લોકોમાં ભારે દહેશત દેખાઇ રહી છે. બ્રાઝિલ હવે વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત થયેલા દેશોની યાદીમાં બીજા  સ્થાન પર છે. એક વખતે બ્રાઝિલમાં કોરોનાની અસર ખુબ ઓછી રહી હતી. હવે સતત વધારો થઇ રહ્યો છે. ગંભીર કેસોની સંખ્યા ખુબ મોટી હોવાથી મોતનો આંકડો વધી શકે છે. બ્રાઝિલના પાટનગર રિયોડિજેનેરોથી પ્રાપ્ત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાના કેસોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. આગામી  દિવસોમાં બ્રાઝિલના આંકડા પણ તમામને ચોંકાવી શકે છે. બ્રાઝિલમાં ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૮૩૧૮ સુધી પહોંચી ગઇ છે.બ્રાઝિલમાં પણ પ્રતિ  લાખ કેસોની સંખ્યા ૫૪૧૮ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો ૨૪૮ સુધી પહોંચી ગયો છે. બ્રાઝિલમાં સ્થિતીને સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સફળતા મળી રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં મોતનો આંકડો વધી ગયો છે. દુનિયામાં કોરોનાના કારણે સૌથી વઘારે પ્રભાવિત થયેલા દેશોની યાદીમાં બ્રાઝિલ સામેલ છે.

બ્રાઝિલના આંકડા…..

કુલ કેસોની સંખ્યા      ૧૧૫૧૪૭૯

કુલ મોતનો આંકડો     ૫૨૭૭૧

કુલ રિક્વર              ૬૧૩૩૪૫

કુલ ગંભીર કેસો            ૮૩૧૮

પ્રતિ  લાખ કેસ            ૫૪૧૮

પ્રતિ લાખ મોત             ૨૪૮

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here