બ્રાઝિલમાં બે કોરોના દર્દી એક જ સમયમાં બે કોરોનાના વેરિએન્ટસથી સંક્રમિત થયા

0
29
Share
Share

રિયો ડિ જાનેરો,તા.૨

દુનિયામાં પહેલી વખત કોરોનાના ‘ડબલ ઇંફેકશન’ના કેસ સામે આવ્યા છે. બ્રાઝીલના દર્દીઓની તપાસમાં ખબર પડી છે કે બે કોરોના દર્દી એક જ સમયમાં બે કોરોનાના વેરિએન્ટસથી સંક્રમિત થયા. બ્રાઝીલની ફિવેલ યુનિવર્સિટીના રિસર્ચર્સે ૯૦ સંક્રમિત દર્દીઓના સેમ્પલનો અભ્યાસ કર્યો હતો આ દરમ્યાન આ રિઝલ્ટ મળ્યું.

ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે જે બે લોકોમાં ડબલ ઇંફેકશનની માહિતી મળી છે તેના સેમ્પલ ઉત્તર બ્રાઝીલના રિઓ ગ્રાંડે ડો સુલથી લેવામાં આવ્યા હતા. પહેલો દર્દી બે બ્રાઝીલ વેરિએન્ટસથી સંક્રમિત જોવા મળ્યો. આ વેરિએન્ટસને પી.૧ અને પી.૨ નામ આપ્યું છે.

કોરોના વાયરસના પી.૧ અને પી.૨ વેરિએન્ટસ બ્રાઝીલના જ અલગ-અલગ રાજ્યોમાં પહેલી વખત જોવા મળ્યું હતું. પી.૧ વેરિએન્ટસને લઇ વધુ ચિંતા વ્યક્ત કરાય રહી છે. કારણ કે સમજવામાં આવી રહ્યું છે કે વેક્સીનનો પ્રભાવ આ વેરિએન્ટસ પર ઓછો પડી શકે છે.

ડબલ ઇંફેકશનનો શિકાર બીજા દર્દી પી.૨ અને બી.૧.૯૧ વેરિએન્ટસથી એક સાથે સંક્રમિત મળ્યા. બી.૧.૯૧ વેરિએન્ટસ પહેલી વખત સ્વીડનમાં મળ્યું હતું. બ્રાઝીલના વૈજ્ઞાનિકોના આ રિસર્ચને સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવાની બાકી છે, પરંતુ દુનિયાના કેટલાંય એક્સપર્ટે કહ્યું છે કે એક સાથે બે વેરિએન્ટસથી દર્દી સંક્રમિત થવાનું શકય છે.

લંડનમાં ફ્રાંન્સિસ ક્રિક ઇન્સ્ટિટ્યુટના વર્લ્ડવાઇડ ઇંફ્લુઅંજા સેન્ટરના ડાયરેકટર ડૉ.ડૉન મૈકુલે એ વાતની પુષ્ટિ કરી છે કે એક જ સમયમાં દર્દી બે સ્ટ્રેનથી સંક્રમિત થઇ શકે છે, આવું ફ્લૂની સાથે પણ થાય છે. તેમણે ચેતવણી આપી છે કે જૈવિક રીતે એ પણ શકય છે કે બંને કોરોના વેરિએન્ટસ દર્દીના શરીરમાં એકબીજા સાથે લડી પડે અને જીનેટિક કોડની અદલાબદલી પણ કરે.

હાલ બ્રાઝીલની ફિવેલ યુનિવર્સિટીની આ અભ્યાસને કોઇ જર્નલમાં પ્રકાશિત કરાયો નથી અને ના તો બીજા વૈજ્ઞાનિકોએ આનો રિવ્યુ કર્યો છે. પરંતુ સ્ટડીના પ્રમુખ રિસર્ચર ફર્નાન્ડો સ્પિલકી એ ડર વ્યકત કર્યો છે કે કો-ઇંફેકશન (એક સાથે કેટલાંય ઇંફેકશન)થી નવો કોરોના વેરિએન્ટસવધુ ઝડપથી ફેલાઇ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here