બ્રાઝિલમાં ફેલાયેલા ’સુપર કોવિડ-૧૯’ વાયરસથી વિશ્વભરમાં ફફડાટ, રસી પણ અસર નહીં કરે..!

0
26
Share
Share

બ્રાઝિલ,તા.૧૬

કોવિડ-૧૯ રોગચાળા સામે લડતા બ્રાઝિલમાં કોરોના વાયરસ ખૂબ જીવલેણ સ્વરૂપમાં સામે આવ્યો છે. તાજેતરના સંશોધનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ થયાના ૪૦ ટકા ગર્દીઓ મોતને ભેટ્યા છે. હવે આ સુપર કોવિડ વાયરસનો નવો સ્ટ્રેન વધુ ચેપ ફેલાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ અમેરિકા સુધી પહોંચી ગયો છે, વિશ્વમાં ભરમાં ફરી એકવાર ચિંતાનો માહોલ સર્જાયો છે.

બીજી તરફ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સુપર કોવિડ -૧૯ વાયરસનું નવો સ્ટ્રેન કોરોના વેક્સીનને માત આપી શકે તેમ છે. આ ખતરા સામે સંઘર્ષ કરી રહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ભારત પાસેથી વહેલામાં વહેલી તકે વેક્સીન મંગાવી છે.

કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ બ્રાઝિલના રાજ્ય એમેઝોનાસથી વિશ્વભરમાં ફેલાવાનું શરૂ થયું છે. વૈજ્ઞાનિકોને ડર છે કે આ સુપર કોવિડ વાયરસ જુલાઈ મહિનાથી બ્રાઝિલમાં ફેલાયેલ છે. બ્રાઝિલના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા તાજેતરના સંશોધનથી બહાર આવ્યું છે કે દેશના ઉત્તરી અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં આરોગ્ય સુવિધાઓ ખૂબ જ નબળી હોય છે અને ખૂબ જ ઓછા લોકોને આરોગ્ય સુવિધાઓ મળે છે.

આ સુપર કોવિડના નવો સ્ટ્રેન સાથે આ વિસ્તારોમાં કોરોનાથી મોતનો ભય વધી રહ્યો છે. સંશોધન કહે છે કે દેશના દક્ષિણ ભાગની તુલનામાં ઉત્તર અને વાયવ્યમાં કોવિડ -૧૯ માં મૃત્યુનું જોખમ વધારે છે. આ ક્ષેત્રના ચેપગ્રસ્ત દર્દીઓ કોરોના વાયરસના નવો સ્ટ્રેન કેમ આટલો ફેલાયો તે અંગે જાણી શકાયુ નથી.

બ્રાઝિલની સુપર કોરોના વાયરસ નવો સ્ટ્રેન બ્રિટન સુધી પહોંચી ગયો છે, નિષ્ણાંતોનું કહેવું છે કે બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ૮૩ મિલિયન લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. બ્રાઝિલમાં આશરે બે લાખથી વધુ લોકોના મોત થયા છે. બ્રાઝિલના એમેઝોન રાજ્યમાં, જ્યાંથી કોરોનાનું નવો સ્ટ્રેન ફેલાય છે, ત્યાં કોવિડ -૧૯ના દર્દીઓ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here