બ્રાઝિલમાં કોરોના કહેર

0
48
Share
Share

મોતનો આંકડો વધીને ૫૭૬૫૮ સુધી પહોંચી ગયો

બ્રાઝિલમાં કેસની સંખ્યા ૧૩૪૫૨૫૪ સુધી પહોંચી ગઇ

રિયોડિજેનેરો,તા. ૨૯

બ્રાઝિલમાં રેકોર્ડ કેસોની સંખ્યા વધતા તંત્રની ચિતા વધી રહી છે. બ્રાઝિલમાં કેસો અને મોતનો આંકડો વધી રહ્યો છે.છેલ્લા ૨૪કલાકમાં કેસોમાં ઝડપી વધારાની સાથે જ સંખ્યા વધીને ૧૩૪૫૨૫૪ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો ૫૭૬૫૮ સુધી પહોંચી ગયો છે. બ્રાઝિલ કોરોનાના કારણે વિશ્વમાં પ્રભાવિત થયેલા દેશોની યાદીમાં બીજા સ્થાન પર છે.  બ્રાઝિલમાં રિક્વર થયેલા લોકોની સંખ્યા વધી રહી છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા વધીને હવે ૭૩૩૮૪૮ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે એક્ટિવ કેસોની સંખ્યા ૫૫૩૭૪૮ સુધી પહોંયો  છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૮૩૧૮ સુધી પહોંચી છે. જેથી મોતનો આંકડો વધવાની દહેશત રહેલી છે. બ્રાઝિલમાં સ્થિતી સામાન્ય બની રહી નથી જેથી લોકોમાં વ્યાપક દહેશત છે.  બ્રાઝિલમાં જે આંકડા આવી રહ્યા છે તે ચિંતા  ઉપજાવે તેવા રહ્યા છે. બ્રાઝિલમાં પ્રતિ લાખ કેસો અને મોતનો આંકડો અવિરતરીતે વધી રહ્યો છે. જે ચિંતા ઉપજાવે છે. કોરોના કાળમાં લોકો સાવધાન થયેલા છે. વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત થયેલા દેશોની યાદીમાં બીજા સ્થાને રહેલા બ્રાઝિલની હાલત ખરાબ થઇ રહી છે. આરોગ્ય વ્યવસ્થા બ્રાઝિલની સારી હોવા છતાં સ્થિતી કાબુમાં આવી રહી નથી.

બ્રાઝિલમાં દરરોજ રેકોર્ડ સંખ્યામાં કેસો સપાટી પર આવી રહ્યા છે. પહેલા દરરોજ મોતનો આંકડો એક હજાર કરતા વધારે હતો જો કે હવે પહેલા કરતા સારી સ્થિતી જોવા મળી રહી છે. બ્રાઝિલમાં કોરોના વાયરસ ભારતની જેમ ધીમી ગતિથી ફેલાયા બાદ હવે ઝડપથી કેસો વધી રહ્યા છે. બ્રાઝિલમાં કેસોની સંખ્યા અને મોતના આંકડામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે ત્યારે સામાન્ય લોકોમાં ભારે દહેશત દેખાઇ રહી છે.

બ્રાઝિલના આંકડા…..

કુલ કેસોની સંખ્યા      ૧૩૪૫૨૫૪

કુલ મોતનો આંકડો     ૫૭૬૫૮

કુલ રિક્વર     ૭૩૩૮૪૮

કુલ ગંભીર કેસો ૮૩૧૮

પ્રતિ  લાખ કેસ ૬૩૨૯

પ્રતિ લાખ મોત ૨૭૧

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here