બ્યુટિ આર્ટિકલ

0
35
Share
Share

વાળને યોગ્ય પોષણ જરૂરી છે

જુના સમયથી અમે તમામ હેયર ઓઇલથી પોતાના વાળને પોષણ આપી રહ્યા છીએ પરંતુ તેલ વિના  પણ વાળને પોષણ આપી શકાય છે અને મજબુત અને ખુબસુરત વાળ રાખી શકાય છે. વાળ ખરી પડવાની સમસ્યાથી હાલના સમયમાં ંમોટા ભાગના લોકો અને ખાસ કરીને મહિલાઓ પરેશાન છે ત્યારે કેટલાક તરીકા અજમાવીને હેયર ઓઇલ વિના પણ પોતાના વાળને પોષણ આપી શકાય છે. જો તમે ખુબસુરત વાળ રાખવાની ઇચ્છા રાખો છો તો તમામ વ્યક્તિ આપને તેળનો ઉપયોગ કરીને વાળના જતન અને ખુબસુરત રાખવાની સલાહ આપે છે. પરંતુ હકીકતમાં આપ હેયર ઓઇલ વિના પણ વાળને પોષણ આપી શકો છો. આજે અમે એવા વિષય પર વાત કરી રહ્યા છીએ જેના કારણે વાળમાં તેલ વગર પણ પોષણ આપીને તેમને ખુબસુરત અને મજબુત રાખી શકાય છે. આધુનિક સમયમાં મોટા ભાગની મહિલાઓ ઓઇલને લઇને દુર ભાગે છે ત્યારે નવા તરીકા ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે વિના હેર ઓઇલ વાળને ખુબસુરત અને ચમકદાર રાખવા ઇચ્છુક છો તો ઇંડાનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે તે જરૂરી છે. આના માટે ઇંડાની સફેદીમાં થોડાક પ્રમાણમાં દુધ મિક્સ કરો અને ત્યારબાદ આ મિશ્રને ઘટ બનાવવામાં આવે તે જરૂરી છે. તે ઘટ બને ત્યાં સુધી તેને ઘોળમાં આવે. ત્યારબાદ આ મિશ્રણને માથા પર લગાવવાની સલાહ નિષ્ણાંતો આપે છે. એક કલાક સુધી લગાવી રાખવામાં આવ્યા બાદ તેને સાદા પાણીથી ધોઇ નાંખવાની જરૂર હોય છે. એમ કરવાથી વાળ મજબત, ખુબસુરત અને ચમકદાર બની જાય છે. કેટલીક વખત બે મો વાળા વાળની સમસ્યા પણ જોવા મળે છે. જો તમે આ પ્રકારની સમસ્યાથી ગ્રસ્ત છો તો તેનામાંથી છુટકારો મળે મળી શકે છે. આના માટે ઇંડાના પિલા હિસ્સા, એલોવિરા જેલ અને ગ્લિસરીનને લઇને મિશ્રણ બનાવવાની  જરૂર હોય છે. આ મિશ્રણને એક કલાક સુધી માથામાં લગાવીને રાખવામાં આવે છે. એક કલાક બાદ તેને સાદા પાણીથી ધોઇ નાંખવામાં આવે છે. આ સરળ ઉપાયથી આપના બે મોવાળા વાળની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. સાથે સાથે વાળને પોષણ પણ મળી જશે. જો તમે વાળને ઓઇલનો ઉપયોગ કર્યા વગર પોષણ આપવા માટે ઇચ્છુક છો તો દરરોજ વાળ પર દહી લગાવવામાં આવે તો ફાયદો થાય છે. ૪૦ મિનિટ બાદ શેમ્પુ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આના કારણે વાળને પોષણ મળે છે. કેળાનો ઉપયોગ પણ કરી શકાય છે. આધુનિક સમયમાં મોટા ભાગના લોકો વાળની સમસ્યાને લઇને ગ્રસ્ત રહે છે. આવી સ્થિતીમાં હેર ઓઇલ વિના વાળના જતન માટે મહેનત કરવાની જરૂર હોય છે. કેટલાક સાદા પ્રયોગ કરીને વાળને મજબત અને સુન્દર રાખી શકાય છે.

ફેશવોશથી ચહેરા પર ચમક

અમારી સ્કીન ખુબ સંવેદનશીલ હોય છે.જેના કારણે બહારના પ્રદુષણ, ધુળ માટી અને સુર્યની કિરણો તેના પર પ્રતિકુળ અસર કરે છે. દિવાળી નજક છે  ત્યારે હવે સતત ચહેરાને ફ્રેશ રાખવા માટે કેટલા તરીકા ઉજમાવી શકાય છે. ફેશવોશ ચહેરાને સાફ અને સુન્દર તેમજ ફ્રેશ રાખવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. જેથી દરેકને પોતાના ચહેરાને સ્વચ્છ અને સુન્દર રાખવા માટે સફાઇ પર ધ્યાન આપવુ જોઇએ. ચહેરા પર પુરતા પ્રમાણમાં ધ્યાન ન આપવાની સ્થિતીમાં સ્કીન સમય કરતા પહેલા જ એજિગ દેખાવવા લાગી જાય છે. કાળા નિશાન પડી જાય છે. બ્લેકહેડ્‌સ અને વ્હાઇટ હેડ્‌સ તેમજ ડ્રાઇ સ્કીનનો શિકાર પણ સ્કીન બની શકે છે. આપની સ્કીનમાં નિખાર યથાવત રહે અને સ્કીન ચમકદાર તેમજ સુન્દર રહે તે માટે ફેશવોશ આદર્શ તરીકે છે. ફેશવોશનો નિયમિત અને દરરોજ ઉપયોગ કરવામાંથી ચહેરા પર કાળા નિશાન પણ થતા નથી. આધુનિક સમયમાં જદી જુદી કંપનીઓ મોટા મોટા દાવા સાથે પોતાની ફેશવોશ પ્રોડક્ટસ બજારમાં રજૂ કરી ચુકી છે. જો કે કેટલાક લોકો તો હોમમેડ ફેશવોશને પણ મહત્વ આપી રહ્યા છે. તહેવારની સિઝનમાં સ્કીનની દેખરેખ માટે સૌથી સારો ઉપાય ફેશવોશનો યોગ્ય ઉપયોગ છે. આમાં પણ ઘરમાં બનાવવામાં આવેલા ફેશવોશનો ઉપયોગ વધારે અસરકારક રહે છે. કારણ કે તેમાં કોઇ પણ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફેશવોશથી સ્કીનને સાફ કરવાના પણ કેટલાક ફાયદા રહેલા છે. ધુળ, માટી, પરસેવા અને સુર્યના તાપના સંપર્કમાં આવવાથી ચહેરા પર તેની અસર થાય છે. મોટાભાગે અમારો સમય બહાર જ વિતે છે. આવી સ્થિતીમાં ફેશવોશથી ચહેરાને સાફ કરવાની સ્થિતીમાં તેલ, ધુળ અને માટીની સાથે તમામ પ્રદુષણ ચહેરા પરથી સાફ થઇ જાય છે. જો તમે દરરોજ મેક અપનો ઉપયોગ કરી રહ્યા છો તો ઉઘી જતા પહેલા તમામ મેક અપ ઉતારી લેવાની જરૂર હોય છે. સ્કીન મુજબ કોઇ પણ ફેશવોશનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ફેશવોશથી આપની સ્કીન સ્વસ્થ તાજી અને સાફ દેખાય છે. સ્કીનને જો આપ યોગ્ય રીતે સાફ રાખશો તો સ્કીનના પીએચ લેવલ યથાવત રહે છે. ફેશવોશ આપની સ્કીનની મૃત થઇ ગયેલી કોશિકાને બહાર કાઢવામાં પણ મદદરૂપ બને છે. જેના કારણે ચહેરા પર નમી અકબંધ રહે છે. સ્કીન મુલાયમ અને સુન્દર જવાન રહે છે. ફેશવોશ માત્ર બહારના પ્રદુષણને જ સ્વચ્છ કરે છે તેમ નથી બલ્કે મૃત કોશિકાને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. બ્લડ સરક્યુલેશન પર વધી જાય છે.

લિપ્સ ખુબસુરત રાખી શકાય

દિવાળીના પર્વ આડે હવે વધારે સમય રહ્યો નથી ત્યારે તહેવાર પર તમામનુ ધ્યાન ખેંચાય તે રીતે ખુબસુરત દેખાવવા માટે હમેંશા યુવતિઓ અને મહિલાઓમાં ક્રેઝ રહે છે. ખાસ કરીને પરિવારના સભ્યો અને ફ્રેન્ડસ સર્કલમાં અંદર છવાઇ જવા યુવતિઓને ખાસ ક્રેઝ હોય છે. મેક અપ આમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આમાં પણ લિપ્સ મેક અપના આઈડિયા આપને વધારે આકર્ષક બનાવે છે. મહિલાઓ અને યુવતિઓ પોતાના ચહેરાના સંપૂર્ણ મેક અપ દરમિયાન પોતાના લિપ્સ, આંખ અને ગાલ તેમજ વાળને જુદા જુદા બ્યટિ પ્રોડક્ટસનો ઉપયોગ કરીને વધારે ખુબસુરત બનાવે છે. આમાં લિપ્સ અમારા ચહેરાના સૌથી આકર્ષક હિસ્સાના એક ભાગ તરીકે છે. જેથી લિપ્સ પર પરફેક્ટ મેક અપ કરવાથી મહિલાઓ વધુ ખબસુરત અને આકર્ષક દેખાવવા લાગે છે. લિપ્સને ખુબસુરત લુક આપી દેવા માટેના પણ કેટલાક તરીકા છે. જેનો ઉપયોગ કરવાથી તમે કુબ જ ખુબસુરત લાગી શકો છો. લિપ્સને ખુબસુરત લુક આપવાના જે તરીકે છે જેમાં એક ટેક્સચર્ડ લિપ્સ  છે. આ લિપ્સ પર મેક અપ કરવાની એક રચનાત્મક રીત તરીકે છે.આમાં સૌથી પહેલા લિપ્સ પર ઘેરા રંગની લિપસ્ટિક લગાવવામાં આવે છે. ત્યારબાદ તેના પર સ્ટડસ લગાવવામાં આવે છે. આના કારણે પાર્ટી અને અન્ય કોઇ પ્રસંગમાં અથવા તો ભીડમાં પણ તમે બીજા કરતા અલગ નજરે પડી શકો છો. આવી જ રીતે કલર મિલેનેજ લિપ આર્ટ પણ છે. તે લિપ્સના એક કલાત્મક મેક અપ તરીકે છે. આમાં પોતાના લિપ્સને જુદા જુદા રંગોના લિપ્સ્ટિકથી સારી રીતે રંગવામાં આવે છે. ત્યારબાદ સ્ટડ્‌સની સહાયતાની સાથે લિપ્સને ફિનિશિંગ આપવામાં આવે છે. આવી જ રીતે ગ્લિટ્રી લિપ્સ હોય છે. તે લિપ્સને વધારે સન્દર અને સ્ટાઇલિશ બનાવવા માટેની એક રીત છે. આમાં પોતાના લિપ્સને મેક અપ કરવા માટે ગ્લિટ્રીની સાથે સાથે લાલ અને ગોલ્ડ રંગની લિપ્સ્ટિક લગાવવાની જરૂર હોય છે. આ સ્ટાઇલ આપના સંપૂર્ણ લુકને વધારે ગ્લેમર બનાવી દે છે. ઓમર લિપ્સના ભાગરૂપે તમે પોતાના લિપ્સને એક ક્લાસિક લક આપી શકો છો. ઓમબર લિપ કલરને તમે કેટલાક વેરિએશનની સાથે ઉપયોગ કરી શકો છો. આના કારણે આપને એક અલગ અને શાનદાર લુક મળે છે. વોટર મિલન ઇન્સ્પાયર્ડ લિપ્સ પણ ખુબસુરત દેખાવવામાં ભૂમિકા અદા કરે છે. આ પ્રકારના મેક અપ કરવા માટે લિપ્સ પર બહારના હિસ્સામાં લીલા રંગની લિપ્સ્ટિક લગાવવામાં આવે છે. ત્યારબાદ લિપ્સની અંદરની ભાગમાં હળવા રંગ લગાવવામાં આવે છે. આકર્ષક ચહેરા માટે લિક્વિડ લિપસ્ટિક લગાવવામાં આવે છે. આના માટે પણ કેટલાક તરીકા રહેલા છે. બોલિવુડમાં રહેલી જુદી જુદી અભિનેત્રીઓ જુદા જુદા પ્રકારની લિપસ્ટિકનો ઉપયોગ કરે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here